Shukra Ketu Yuti 2025: હિન્દુઓ માટે ખુશીઓના પર્વ દિવાળીનું આગવું મહત્ત્વ છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરે છે. આ સાથે જ રાતે ફટાકડા પણ ફોડે છે.
દ્રિક પંચાગ પ્રમાણે, આ વર્ષે 20 ઓક્ટોબર, 2025ના સોમવારના રોજ દિવાળી ઉજવવામાં આવશે. જો કે તેની પહેલાનો સમય જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ દરમિયાન કેટલાક મોટા ગ્રહો રાશિ તેમજ નક્ષત્ર પરિવર્તન કરવાની સાથે-સાથે દુર્લભ યોગ અને મહાયુતિનું નિર્માણ કરવાના છે. આ સાથે જ કેટલીક યુતિ ભંગ પણ થઈ રહી છે. હાલના સમયમાં સિંહ રાશિમાં શુક્ર અને કેતુ ગ્રહની યુતિ બની રહી છે, જે દિવાળી પહેલા ભંગ થઈ જશે.
આ પણ વાંચો
હકીકતમાં ગત 15 સપ્ટેમ્બર, 2025ના રોજ શુક્ર ગ્રહે સિંહ રાશિમાં ગોચર કર્યું હતુ. જ્યાં તે 9 ઓક્ટોબર સુધી રહેશે. જેની પહેલા 29 મેના રોજ કેતુ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તે 2025ના અંત સુધી રહેશે. એટલે દિવાળી પૂર્વે શુક્ર-કેતુની યુતિ ભંગ થઈ જશે. તો ચાલો કંઈ 3 રાશિના જાતકો માટે શુક્રની પાપી ગ્રહ કેતુ સાથેની યુતિ ભંગ ફળદાયી રહેશે.
- તુલા: દિવાળી પહેલા શુક્ર-કેતુની યુતિનો ભંગ આ રાશિના જાતકો માટે શુભ રહેશે. તમારા વર્ષોથી અટકેલા કોઈ કામ હવે પુરા થવા લાગશે. દામ્પત્યજીવનમાં મધુરતા આવશે. નોકરિયાત વર્ગને બઢતી અને પગાર વધારો મળી શકે છે. નવું રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. વડીલોનો સાથ સહકાર મળી રહેશે.
- ધન: શુક્ર-કેતુના યુતિનો ભંગ આ રાશિના જાતકો માટે પણ ફળદાયી રહેશે. જૂના રોકાણ પર સારું એવું વળતર મળી રહેશે. મકાન-વાહન જેવી લક્ઝરી આઈટમો ખરીદવા માટે શ્રેષ્ઠ સમય રહેશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. દાંમ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે.
- મીન: તુલા અને ધન સિવાય મીન રાશિના જાતકો માટે પણ શુક્ર-કેતુની યુતિનો ભંગ લાભકારી સિદ્ધ થશે. નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહેશે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ મળવાના ચાન્સ છે. વધારાની આવક ઉભી કરવાના પ્રયત્ન સફળ થતાં જણાય. સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ આવશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
