Temple Vastu Tips: ઘરના મંદિરમાં ભૂલથી પણ આવી મૂર્તિઓ ના રાખશો, રાજામાંથી રંક બનતા વાર નહીં લાગે

ભગવાન ગણેશ અને ધનની દેવી લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠેલી અવસ્થામાં તેમજ આશીર્વાદ આપતી મુદ્રામાં હોય તો અત્યંત શુભ ફળ આપે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Oct 2025 04:51 PM (IST)Updated: Sat, 04 Oct 2025 04:51 PM (IST)
avoid-keeping-these-idols-temple-vastu-tips-in-gujarati
HIGHLIGHTS
  • પૂજા ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે
  • મૃત પરિવારજનોની પૂજા માત્ર પિતૃ પક્ષમાં જ કરવી જોઈએ

Temple Vastu Tips: વાસ્તુ શાસ્ત્રની આપણા જીવનમાં ખૂબ જ ઊંડી અસર જોવા મળે છે. વાસ્તુ દોષ હોય, તો અનેક પ્રકારની સમસ્યા થવા લાગે છે. ઘરનું વાતાવરણ પણ નેગેટિવ રહે છે અને પરિવારના સભ્યો અંદર-અંદર ઝઘડતા રહે છે. એવું કહેવાય છે કે, જો તમારું ઘર વાસ્તુ પ્રમાણે બન્યું હશે, તો ત્યાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. જેનાથી વિપરિત જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં એક પછી એક તકલીફો આવતી રહે છે.

ખાસ કરીને ઘરનું પૂજા સ્થળ અર્થાત મંદિર. જેને વાસ્તુમાં ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મંદિર કંઈ દિશામાં હોવું જોઈએ, પૂજા કરનાર વ્યક્તિનું મોંઢું કઈ તરફ હોવું જોઈએ, મંદિરમાં કઈ-કઈ મૂર્તિઓ રાખવી જોઈએ? આ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્ર કહે છે કે, ઘરના મંદિરમાં કેટલીક મૂર્તિઓ રાખવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આવી મૂર્તિઓ ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ લાગી શકે છે અને ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર થાય છે. તો ચાલો જાણીએ વાસ્તુ પ્રમાણે એવી કંઈ મૂર્તિઓ ઘરના મંદિરમાં ના મૂકવી જોઈએ…

મૃત પરિવારજનોની તસવીર
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ઘરના મંદિરમાં ક્યારેય પણ મૃત પરિવારજનોની તસવીર કે મૂર્તિ ના રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા વધે છે.

મૃત પરિવારજનોની પૂજા માત્ર પિતૃ પક્ષમાં જ કરવી જોઈએ. દરરોજ મૃત પરિવારજનોની પૂજા કરવાથી પરિવારમાં માનસિક તણાવ વધી શકે છે. આ સાથે જ મંદિરમાં મૃત પરિવારજનની સાથે કોઈ સાધુ કે સંતની પણ તસવીર કે મૂર્તિ ના રાખવી જોઈએ.

આ દેવી-દેવતાની મૂર્તિ ના રાખશો
ઘરના મંદિરમાં મહાકાળી માતા, રાહુ-કેતુ અને શનિ દેવની મૂર્તિ ક્યારેય ના રાખવી જોઈએ। હકીકતમાં આ તમામ દેવી-દેવતા ઉગ્ર માનવામાં આવે છે. આથી તેમની પૂજા ખાસ વિધિ-વિધાન સાથે કરવી પડે છે.

જો તેમની ખોટી રીતે પૂજા કરવામાં આવે, તો જીવનમાં સંકટ અને એક પછી એક તકલીફો વધી શકે છે. આથી ઘરના મંદિરમાં હંમેશા શાંત અને સૌમ્ય સ્વરૂપ ધરાવતા દેવી-દેવતાની મૂર્તિઓ રાખવી જોઈએ.

નાચતા ગણપતિની મૂર્તિ ના રાખવી
વાસ્તુ શાસ્ત્રમાં ભગવાન ગણેશજીની મૂર્તિને ઘરમાં રાખવાના કેટલાક ખાસ નિયમો દર્શાવવામાં આવ્યા છે. જે અંતર્ગત મંદિરમાં ક્યારેય પણ નાચતા ગણેશજીની મૂર્તિ કે પ્લાસ્ટર ઑફ પેરિસથી બનેલી મૂર્તિ ના રાખવી જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ હંમેશા બેઠેલી અવસ્થામાં હોય અને આશીર્વાદ આપતી હોય તેવી જ રાખવી જોઈએ, કારણ કે આવી મૂર્તિ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ધનની દેવી માઁ લક્ષ્મીની મૂર્તિ અચૂક રાખો
ઘરના મંદિરમાં ધનની દેવી માઁ લક્ષ્મીની મૂર્તિ અચૂક રાખવી જોઈએ. લક્ષ્મી માતાને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જયાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય દરિદ્રતા નથી આવતી.

જો કે એક વાતનું અચૂક ધ્યાન રાખજો કે, માઁ લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠા હોય તેવી અવસ્થામાં જ હોવી જોઈએ. આ સાથે જ જો તમે મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ સાથે રાખો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.