Shukra Gochar 2026: શુક્ર ગ્રહે ચાલ બદલતાં જ 3 રાશિ માટે 'અમંગળ સંકેત', નસીબ નબળું પડતાં જાતકોને સબંધોમાં સ્વાર્થના દર્શન થશે

મીન રાશિમાં શનિ પહેલાથી જ બિરાજમાન છે. જ્યાં મિત્ર ગ્રહ શુક્રનો પ્રવેશ ત્રણ રાશિના જાતકો માટે અશુભ માનવામાં આવી રહ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Mar 2026 05:30 PM (IST)Updated: Tue, 03 Mar 2026 05:34 PM (IST)
shukra-gochar-2026-financial-and-relationship-challenges-for-3-zodiac-signs
HIGHLIGHTS
  • શુક્ર ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો

Shukra Gochar 2026: ચંદ્ર ગ્રહણ પૂર્વે અને હોલિકા દહન બાદ ગ્રહમંડળના સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર મીન રાશિમાં પ્રવેશ્યો છે. જ્યોતિષ શાસ્રમાં શુક્રનું આગવું મહત્ત્વ છે. પ્રેમ, સૌદર્ય, ઐશ્વર્ય, કલા, વિજાતિય આકર્ષણના કારક શુક્ર ગ્રહ મીન રાશિમાં ઉચ્ચ હોવાથી તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે.

જે જાતકની કુંડળીમાં શુક્ર ઉચ્ચના હોય, તો જાતકો ભૌતિક સુખ-સુવિધા ભોગવવા સાથે તેમના સબંધોમાં મધુરતા લાવે છે. આજથી શુક્રએ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કર્યો છે, જ્યાં પહેલાથી જ શનિ બિરાજમાન છે.

શુક્ર અને શનિ એકબીજાના મિત્ર ગ્રહો મનાય છે, પરંતુ શુક્રનું ગોચર ત્રણ રાશિના જાતકો માટે અશુભ માનવામાં આવી રહ્યું છે, તો ચાલો કંઈ રાશિના જાતકોએ આગામી દિવસોમાં વધારે સતર્ક રહેવાની જરૂર છે.

મેષ (Aries Rashifal)

શુક્રનું મીન રાશિમાં ગોચર આ રાશિના જાતકો માટે પણ મુશ્કેલી લઈને આવી રહ્યું છે. જાતકોને નાણાકીય સ્થિતિમાં ચડ ઉતર જોવા મળશે. આકસ્મિક ખર્ચ વધી જવાથી બજેટ ખોરવાઈ જશે. ધંધામાં પણ ધાર્યા પ્રમાણે નફો નહી મળે. મનને વિચલિત કરનારી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. મનની મુરાદ મનમાં જ રહી જશે

તુલા (Libra Rashifal)

આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર નુકસાનદાયક નીવડવાનું છે. જાતકોને પારિવારિક સબંધોમાં સ્વાર્થના દર્શન થશે. ખાસ કરીને હિતશત્રુઓથી બચીને રહેવુ. તમારી ધીરજની કસોટી થતી જણાય. જીવનસાથી સાથે ખટરાગ થઈ શકે છે. હારની બાજીને જીતમાં પલટાવવાનો નિરર્થક પ્રયાસ કરશો.ગજા બહારનું જોખમ ના ખેડવામાં જ ભલાઈ છે.

ધન (Sagittarius Rashifal)

મીન રાશિમાં શુક્રનું ગોચર આ રાશિ માટે અશુભ રહેશે. જાતકો વધુ પામવાની ઘેલછામાં ઘણું ગુમાવશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. માનસિક દ્રષ્ટિએ અણગમતા બનાવો બનશે. સ્વજનો સાથે ગેરસમજો ટાળજો. આવક કરતાં જાવકનું પલ્લુ નમી જતું લાગશે.અંગત સમસ્યાનું નિરાકરણ ન થતા બેચેની વધશે. વડીલો સાથે વૈચારિક મતભેદો સર્જાશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.