હોળી પર ગ્રહોના દુર્લભ મહાસંયોગથી 5 રાશિ પર બ્રહ્માંડની બધી જ શક્તિ મહેરબાન થશે, જાતકોને ધન, સંપત્તિ અને ખ્યાતિમાં મળશે અપાર સફળતા

કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર બિરાજમાન છે. જેના પરિણામે કુંભ રાશિમાં બુધાદિત્ય અને શુક્રાદિત્ય નામના બે પાવરફૂલ રાજયોગ બની રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Mar 2026 04:19 PM (IST)Updated: Sun, 01 Mar 2026 04:19 PM (IST)
holi-2026-horoscope-double-rajyog-in-aquarius-brings-golden-period-for-these-5-lucky-zodiac-signs
HIGHLIGHTS
  • ચંદ્ર ગ્રહણ વચ્ચે આવી રહેલ રંગોનો તહેવાર ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ

Holi 2026 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ચંદ્રગ્રહણ વચ્ચે આવી રહેલો હોળીનો પર્વ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ રહેવાનો છે. હોળીના દિવસે ગ્રહોની દુર્લભ યુતિ સર્જાવા જઈ રહી છે, જે કેટલીક રાશિના જાતકોની કિસ્મત સોનાની જેમ ચમકાવશે.

હકીકતમાં વર્તમાનમાં કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર બિરાજમાન છે. આમ કુંભ રાશિમાં બુધ અને શુક્રની ઉપસ્થિતિથી 'બુધાદિત્ય' અને 'શુક્રાદિત્ય' નામના બે શક્તિશાળી રાજયોગ બની રહ્યા છે. એકસાથે બન્ને રાજયોગ દાયકાઓમાં ક્યારેક-ક્યારેક જ બનતા હોય છે. જેનો સીધો અર્થ એ થયો કે, બ્રહ્માંડની તમામ શક્તિઓ કેટલીક ખાસ રાશિના જાતકો પર મહેરબાન થવા જઈ રહી છે.

બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ કેવી રીતે બનશે? (Budhaditya Rajyog And Shukraditya Rajyog)

ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોના રાજકુમાર બુધ અને ભૌતિક સુખ-સુવિધાના કારક શુક્ર તેમજ ગ્રહોના રાજા સૂર્ય એકસાથે કુંભ રાશિમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. જ્યારે સૂર્ય અને બુધ એકસાથે ભેગા થવાથી બુધાદિત્ય રાજયોગ તેમજ સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.

હોળીના દિવસે આ બન્ને રાજયોગની અસર તેના ચરમ પર હશે, જે 5 રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી સિદ્ધ થવાની છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ…

મેષ (Aries Rashifal)

બન્ને રાજયોગના કારણે આ રાશિના જાતકો માટે સમય વરદાનથી કમ નહીં હોય. તમારા લાંબાગાળાથી અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે. નોકરિયાત વર્ગને નવી અને મોટી જવાબદારી મળી શકે છે, જે ભવિષ્યમાં બઢતીનો માર્ગ મોકળો કરશે. રોકાયેલી ઉઘરાણી પરત આવશે. સંતાનો સાથે તાલમેલ વધે.

સિંહ (Leo Rashifal)

કુંભમાં બનતા બન્ને રાજયોગ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. આર્થિક સંકડામણનો સામનો કરતા હશો તો તમારા માટે આવકનો નવો માર્ગ ખુલશે.જેના પરિણામે તમારું બેંક બેલેન્સ વધશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. નવો વેપાર શરૂ કરવા માટે અત્યંત શુભ સમય છે. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.

તુલા (Libra Rashifal)

આ રાશિના જાતકો પર બન્ને રાજયોગની વિશેષ કૃપા રહેવાની છે. જાતકોને કાનૂની સકંજામાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બનશે.ઉન્નતિ માટે નવી તક ઉભી થાય. જૂના દેવા ચૂકવવામાંથી મુક્તિ મળશે. નવી નોકરીની રાહ જોનારાને આશાનું કિરણ ઉગશે.ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે, જે આગળ જતાં લાભદાયી નીવડશે.

ધન (Sagittarius Rashifal)

આ રાશિના જાતકો માટે હોળી મોટી ઉપલબ્ધિના સંકેત આપી રહી છે. નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. વડીલોનો ભરપુર સાથ સહકાર મળશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. આગોતરું આયોજન આપને ધન પ્રાપ્તિ કરાવશે. અચાનક લાભદાયી મોકો મળશે. મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાશે.

મકર (Capricorn Rashifal)

આ રાશિના જાતકો માટે આવનારો સમય ગોલ્ડન પીરિયડ રહેવાનો છે. આર્થિક અને વ્યવસાયિક લાભ થવાથી ઉત્સાહ બેવડાશે. ભાગીદાર સંકટ મોચક તરીકે પડખે ઉભા રહેશે. સફળતાના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. પ્રગતિના દ્વાર ખુલતા મનોવાંચ્છિત સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓની સારી પ્રગતિ થાય

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.