Holi 2026: હિન્દુ ધર્મમાં તમામ તિથિ અને પર્વનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતી હોળી આ વર્ષે સોમવારે સાંજે 5:55 કલાકથી મંગળવાર સાંજ સુઝી ઉજવવામાં આવશે. એટલે કે હોલિકા દહન સોમવારના રોજ થશે.
ભારતીય પરંપરા પ્રમાણે હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવે છે. જો કે આ વર્ષે મંગળવારના રોજ ચંદ્ર ગ્રહણ થવાનું છે, જે ભારતમાં પણ દેખાવવાનું છે. આથી ચંદ્ર ગ્રહણમાં હોળી ના ઉજવી શકાય તેવી પરંપરાગત આસ્થા હોવાથી ધૂળેટી બુધવારના રોજ 4 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે.
હોળીનો પર્વ વ્યક્તિના જીવનમાં આનંદ અને ઉમંગ લઈને આવે છે. એવામાં કેટલીક એવી વસ્તુઓ પણ છે, જેને હોળીના દિવસે ખરીદવી શુભ માનવામાં આવે છે. જેનાથી આર્થિક તંગીથી છૂટકારો મળી શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
ચાંદીની કોઈ વસ્તુ ખરીદો (Holi 2026)
આ દિવસે ચાંદીની કોઈ પણ વસ્તુ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે. જેના પરિણામે આર્થિક તંગીમાંથી ઝડપથી છૂટકારો મળી શકે છે.
સાવરણી ખરીદો (Goddess Lakshmi Blessings)
ધનતેરસની માફક હોળીના દિવસે પણ સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. ચાંદીની વધતી જતી કિંમતોના કારણે જો તમે ચાંદીની કોઈ વસ્તુ ખરીદવામાં અસમર્થ હોવ, તો સાવરણી અચૂક ખરીદો. આમ કરવાથી પણ લક્ષ્મી માતાની મહેરબાનીથી ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે.
પીળા રંગના વસ્ત્રો ખરીદો (Clothes On Holi)
હોળીના દિવસે પીળા રંગના વસ્ત્રો ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, પીળા વસ્ત્રો ખરીદવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. જેનાથી જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નથી આવતી.
ગુલાલ ખરીદો (Gulal Significance)
હોળીના દિવસે તમે ગુલાલ પણ ખરીદી શકો છો. આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થઈ શકે છે. જેના પરિણામે તમારી મનોકામના સિદ્ધ થઈ શકે છે.
જો તમે પણ હોળીના દિવસે કંઈક એવું ખરીદવા માંગો છો, જેનાથી તમારા આવનારા દિવસો ખુશહાલીમાં વીતે, તો અહી જણાવેલ કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો.
