Shukra Budh Mahayuti: વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ હાલ વૃશ્વિક રાશિમાં બિરાજમાન છે, જ્યાં તેઓ મંગળ અને સૂર્ય સાથે શક્તિશાળી યુતિ બનાવી રહ્યા છે.
જો કે આજથી બે દિવસ બાદ એટલે કે 23 નવેમ્બરને રાતે 7:58 કલાકે બુધ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી શુક્ર બિરાજમાન છે. આથી તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતિથી 'લક્ષ્મી નારાયણ યોગ' (Laxmi Narayan Yog) અને 'માલવ્ય રાજયોગ' જેવા શુભ યોગનું નિર્માણ થશે.
આ તમામ યોગ તમામ રાશિઓના જીવનમાં શુભાશુભ અસર કરશે. ખાસ કરીને 5 રાશિના જાતકો માટે બુધ-શુક્રની આ યુતિ અત્યંત શુભ નીવડાવી છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ
વૃષભ: બુધ-શુક્રની યુતિથી બનતો લક્ષ્મી-નારાયણ યોગ આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. પ્રતિસ્પર્ધીઓ સાથે ટક્કર લેવાની શક્તિ મળશે. કોઈ નવો વેપાર શરૂ કરવા માટે અત્યંત શુભ સમય છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે.
મિથુનઃ આ રાશિના જાતકો માટે પણ શુક્ર-બુધની યુતિ લાભકારી સિદ્ધ થશે. આવકના નવા-નવા માર્ગો ખુલતા જણાય. તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થવાના યોગ છે. વિજાતિય મિત્રતા ગાઢ બનશે. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધે અને તરક્કી થાય.વિરોધીઓને અંકુશમાં રાખી શકશો. મોટી નાણાંકીય સિદ્ધિ ઉપલબ્ધ થઈ શકે છે.
કન્યા: આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે, જે શુક્ર સાથે યુતિ બનાવી રહ્યો હોવાથી આ રાશિના જાતકોની કાર્યકુશળતા વધવાથી તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકશે. પ્રેમસબંધમાં પ્રગતિ થાય. જીવનસાથી શોધતા યુવાનો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થાય. આપને માન-પાન અને યશ કિર્તી મળશે. આર્થિક સ્થિરતા આવશે. રોકાણ માટે ઉત્તમ સમય નીવડશે.
તુલા: શુક્ર તમારો સ્વામી ગ્રહ છે, જ્યારે બુધ તમારી રાશિમાં ગોચર કરીને આવવાથી બનતાો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. નસીબનો સાથ મળતા તમને દરેક ક્ષેત્રમાં અણધારી સફળતા મળશે. વાણીનો પ્રભાવ વધવાથી અનેક સમસ્યાનો નિવેડો આવશે. આગોતરું આયોજન આપને ધન પ્રાપ્તિ કરાવશે
મકર: બુધનું તુલા રાશિમાં ગોચર મકરના જાતકો માટે પણ શુભ સાબિત થશે. પ્રગતિના દ્વાર ખુલતા મનોવાંચ્છિત સફળતા પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ધ્યેયલક્ષી સાહસમાં સિદ્ધિ મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય રહેશે. સંતાનોના વિદેશ અભ્યાસની સાનુકુળતા વધશે.સફળતાના માર્ગે તમે આગળ વધી શકશો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
