Shravan Month 2026 Start and End Date: સનાતન ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું છે. દેવોના દેવ મહાદેવની આરાધના માટે આ મહિનો શ્રેષ્ઠ ગણાય છે. ભક્તો આખું વર્ષ આ પવિત્ર મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષ 2026 માં ગુજરાતમાં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે અને કેટલા સોમવાર આવશે, તેને લઈને ભક્તોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ શ્રાવણ 2026 ની તારીખો, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશેની સંપૂર્ણ માહિતી.
ગુજરાતમાં ક્યારે શરૂ થશે શ્રાવણ? (Shravan 2026 Date)
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં અમાવસ્યાંત પંચાંગ અનુસરવામાં આવે છે. આ મુજબ, ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ, 2026 ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ 10 સપ્ટેમ્બર, 2026 ના રોજ થશે. આ સમયગાળા દરમિયાન શિવાલયો 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠશે.
શ્રાવણ મહિનાના સોમવાર (Shravan Somwar Calendar)
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારનું અનેરું મહત્વ છે. વર્ષ 2026 માં શ્રાવણ માસ દરમિયાન કુલ 4 સોમવાર આવશે. ભક્તો આ દિવસોમાં ઉપવાસ રાખી વિશેષ પૂજા-અર્ચના કરશે.
- પ્રથમ સોમવાર: 17 ઓગસ્ટ, 2026
- બીજો સોમવાર: 24 ઓગસ્ટ, 2026
- ત્રીજો સોમવાર: 31 ઓગસ્ટ, 2026
- ચોથો સોમવાર: 07 સપ્ટેમ્બર, 2026
શ્રાવણ માસમાં શું કરવું?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર મહિનામાં દરરોજ શિવજીની પૂજા કરવી જોઈએ. ભક્તોએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું અને ગરીબોને ભોજન કરાવવું પુણ્યશાળી માનવામાં આવે છે. શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાથી તેમજ શિવ મંત્રોનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પૂજા વિધિ અને અભિષેક
શ્રાવણ માસના પ્રથમ દિવસે અથવા સોમવારે પૂજા કરવા માટે નીચે મુજબની વિધિ અનુસરો:
- સૌ પ્રથમ હાથમાં જળ અને પુષ્પ લઈ વ્રત કે પૂજાનો સંકલ્પ કરો.
- શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો.
- ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી બનેલા 'પંચામૃત' વડે શિવલિંગનો અભિષેક કરો.
- આ દરમિયાન 'ૐ નમઃ શિવાય' મંત્રનો સતત જાપ કરતા રહો.
- પંચામૃત સ્નાન બાદ ફરીથી શુદ્ધ જળથી અભિષેક કરો.
- શિવલિંગ પર ચંદન, રોલી અને અક્ષત (ચોખા) લગાવો.
- ભગવાન શિવને અત્યંત પ્રિય એવા બિલીપત્ર, ધતુરો, આંકડો અને કનેરના પુષ્પો અર્પણ કરો.
- નૈવેદ્ય તરીકે ખીર, સફેદ મીઠાઈ, ફળ અને ઠંડાઈ ધરાવો.
- અંતમાં ધૂપ-દીવો કરી શિવજી અને માતા પાર્વતીની આરતી ઉતારો અને જાણતા-અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા યાચના કરો.
શ્રાવણ મહિનામાં કરો આ મંત્રોનો જાપ
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालं ओम्कारम् अमलेश्वरम्॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।।
नमामिशमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं।।
શિવ નમસ્કાર મંત્ર
शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।।
ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिमहिर्बम्हणोधपतिर्बम्हा शिवो मे अस्तु सदाशिवोम।।
મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
