Shardiya Navratri 2024 Date: ક્યારે શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી? નોંધી લો કલશ સ્થાપના મુહૂર્ત, દુર્ગા અષ્ટમી, મહાનવમીનો દિવસ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 19 Sep 2024 10:33 AM (IST)Updated: Thu, 19 Sep 2024 10:34 AM (IST)
shardiya-navratri-2024-start-end-dates-kalash-sthapana-muhurat-durga-ashtami-maha-navami

Shardiya Navratri 2024 Date: શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ કલશ સ્થાનપનાથી શરૂ થાય છે. આ નવરાત્રી શરદ ઋતુમાં આવે છે, તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીના 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. ત્યારે જાણો આ વર્ષે શારદીય નવરાત્રી ક્યારથી શરૂ થઈ રહી છે? કલશ સ્થાપના માટે શુભ મુહૂર્ત કયો છે? દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે?

શારદીય નવરાત્રી 2024 ની શરૂઆત

વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 2 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે 12:18 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ 4 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 02:58 વાગ્યા સુધી માન્ય રહેશે. ઉદયાતિથિના આધારે, આ વર્ષે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર, ગુરુવારથી શરૂ થશે.

શારદીય નવરાત્રી 2024 કલશ સ્થાપના મુહૂર્ત

  • આ વર્ષે શારદીય નવરાત્રીના કલશ સ્થાપના માટે બે શુભ મુહૂર્ત છે. કલશ સ્થાપના માટે સવારે શુભ મુહૂર્ત સવારે 6:15 થી 7:22 સુધીનો છે. સવારે ઘટસ્થાપન માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે.
  • આ સિવાય બપોરના કલશસ્થાપનનો મુહૂર્ત અભિજિત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. દિવસે 11:46 થી બપોરે 12:33 ની વચ્ચે કલશ સ્થાપના કરી શકાશે. બપોરે 47 મિનિટનો શુભ સમુહૂર્તમય મળશે.

દુર્ગા અષ્ટમી 2024 ક્યારે છે?

  • અશ્વિન શુક્લ અષ્ટમી તિથિના રોજ દુર્ગા અષ્ટમી ઉજવવામાં આવે છે. આ વર્ષે દુર્ગા અષ્ટમી 11 ઓક્ટોબર, શુક્રવારના રોજ છે. આ દિવસે કન્યા પૂજા કરવામાં આવશે.

મહાનવમી 2024 ક્યારે છે?

  • આ વર્ષે મહાનવમી 11 ઓક્ટોબરના રોજ છે. મહાનવમી હવન 12 ઓક્ટોબર શનિવારના રોજ કરવામાં આવશે.

શારદીય નવરાત્રી 2024 કેલેન્ડર

  • શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ: 3 ઓક્ટોબર, ગુરુવાર: ઘટસ્થાપન, મા શૈલપુત્રી પૂજા
  • શારદીય નવરાત્રીનો બીજો દિવસ: 4 ઓક્ટોબર, શુક્રવાર: મા બ્રહ્મચારિણી પૂજા
  • શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ: 5 ઓક્ટોબર, શનિવાર: મા ચંદ્રઘંટા પૂજા
  • શારદીય નવરાત્રીનો ચોથો દિવસ: 6 ઓક્ટોબર, રવિવાર: મા વિનાયક ચતુર્થી
  • શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ: 7 ઓક્ટોબર, સોમવાર: મા કુષ્માંડા પૂજા
  • શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ: 8 ઓક્ટોબર, મંગળવાર: મા સ્કંદમાતા પૂજા
  • શારદીય નવરાત્રીનો સાતમો દિવસ: 9 ઓક્ટોબર, બુધવાર: મા કાત્યાયની પૂજા
  • શારદીય નવરાત્રીનો આઠમો દિવસ: 10 ઓક્ટોબર, ગુરુવાર: મા કાલરાત્રી પૂજા
  • શારદીય નવરાત્રીનો નવમો દિવસ: 11 ઓક્ટોબર, શુક્રવાર: દુર્ગા અષ્ટમી, મા મહાગૌરી પૂજા
  • શારદીય નવરાત્રીનો દસમો દિવસ: 12 ઓક્ટોબર, શનિવાર: નવમી હવન, દુર્ગા વિસર્જન, વિજયાદશમી, દશેરા, શસ્ત્ર પૂજન