Diwali 2024 Date: ક્યારે ઉજવવામાં આવશે દિવાળીનો તહેવાર, જાણો ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધીની તિથિ અને ધાર્મિક મહત્વ

દિવાળી 2024નું સંપૂર્ણ કેલેન્ડર જાણો. અહીં મેળવો ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધીની તિથિ વિશે જાણકારી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 01 Sep 2024 03:49 PM (IST)Updated: Wed, 25 Sep 2024 12:12 PM (IST)
diwali-2024-date-and-time-when-is-deepawali-dhanteras-govardhan-bhai-dooj-lakshmi-puja-tithi-shubh-muhurat-mantra-vidhi

Diwali 2024 Date and Time: હિંદુ ધર્મમાં દિવાળી (Diwali) મુખ્ય તહેવાર છે. જે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી દર વર્ષે કારતક માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ધનતેરસ (Dhanteras) થી શરૂ થઈને ભાઈ બીજ (Bhai Dooj) ના રોજ સમાપ્ત થાય છે. ત્યારે જાણો આ વર્ષે દિવાળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. જાણો દિવાળી 2024નું સંપૂર્ણ કેલેન્ડર.

પ્રકાશનો તહેવાર દિવાળી ભગવાન શ્રી રામના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં ઉજવવામાં આવે છે. આ દિવસે રાત્રે આખા ઘરને દીવા, રોશની વગેરેથી શણગારવાની સાથે ભગવાન ગણેશ, મા લક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરવાની વિધિ છે.

ક્યારે છે દિવાળી 2024? (Diwali 2024 Date)

કારતક માસની અમાવસ્યા તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3:52 વાગ્યે શરૂ થઈને 1 નવેમ્બરે સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે. દિવાળીનો તહેવાર 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

દિવાળી 2024 પૂજા સમય (Diwali 2024 Puja Muhurat)

  • દ્રિક પંચાંગ અનુસાર, દિવાળી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શુભ મુહૂર્ત સાંજે 5:36 થી 6:16 સુધીનો છે.
  • પ્રદોષ કાલ: સાંજે 05:36 થી 08:11 સુધી
  • વૃષભ કાલ: સાંજે 06:20 થી 08:15 સુધી

દિવાળી 2024 કેલેન્ડર (Diwali 2024 Calendar)

  • ધનતેરસ - 29 ઓક્ટોબર, 2024 (મંગળવાર)
  • કાળી ચૌદશ - 30 ઓક્ટોબર, 2024 (બુધવાર)
  • નરક ચતુર્દશી, નાની દિવાળી - 31 ઓક્ટોબર, 2024 (ગુરુવાર)
  • દિવાળી, લક્ષ્મી પૂજા - 1 નવેમ્બર, 2024 (શુક્રવાર)
  • અન્નકૂટ પૂજા, ગોવર્ધન પૂજા - 2 નવેમ્બર, 2024 (શનિવાર)
  • ભૈયા દૂજ, ભાઈ બીજ - 3 નવેમ્બર, 2024 (રવિવાર)

પૂજા કરતી વખતે આ મંત્રોનું ધ્યાન કરો

ગણેશ મંત્ર

गजाननम्भूतगभू गणादिसेवितं कपित्थ जम्बू फलचारुभक्षणम्। म् उमासुतं सु शोक विनाशकारकं नमामि विघ्नेश्वरपादपंकजम्।

લક્ષ્મી મંત્ર

ॐ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी नमः ॥

કુબેર મંત્ર

ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः ॥