શનિની બદલાયેલી ચાલથી 3 રાશિના જીવનમાં ખીલશે ખુશીઓની વસંત, કરિયરથી લઈને પર્સનલ લાઈફ સુધી આજથી જાતકોને ફાયદો જ ફાયદો

શનિની ચાલ સૌથી ધીમી છે, જે કોઈ એક રાશિમાં અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. અત્યારે શનિ મીન રાશિમાં અસ્ત અવસ્થામાં છે. એવામાં શનિનું નક્ષત્ર પરિવર્તન 3 રાશિ માટે રાહતરૂપ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Mar 2026 04:11 PM (IST)Updated: Sat, 21 Mar 2026 04:11 PM (IST)
shani-nakshatra-parivartan-lucky-time-for-these-3-zodiac-signs
HIGHLIGHTS
  • આજે શનિ ગ્રહે ઉત્તરભાદ્રપદ નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કર્યો, જ્યાં તે 17 એપ્રિલ સુધી રહેશે

Shani Nakshatra Parivartan: સૂર્યમંડળના તમામ ગ્રહો પૈકી કર્મફળના દાતા શનિની સૌથી ધીમી ચાલ છે. આથી શનિ ગ્રહ કોઈ એક રાશિમાં અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. આજે જ શનિ ગ્રહની ચાલ બદલાઈ ગઈ છે. એટલે કે સાંજે 4 કલાકે જ શનિ ગ્રહે ઉત્તરભાદ્રપદ નક્ષત્રના ત્રીજા પદમાં ગોચર કર્યું છે, જ્યાં તે આગામી 17 એપ્રિલ સુધી રહેવાના છે.

ખાસ વાત એ છે કે, ઉત્તરભાદ્ર પદ નક્ષત્રના સ્વામી સ્વયં શનિ દેવ જ છે. આથી ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યાં બાદ ત્રણ રાશિના જાતકોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના જાતકોને કરિયરથી માંડીને પર્સનલ લાઈફમાં ખુશીઓનો ખજાનો હાથ લાગવાનો છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

મેષ (Aries Rashifal)

આ રાશિ પર અત્યારે શનિની સાડેસાતી ચાલી રહી છે. એવામાં શનિનું નક્ષત્ર ચરણ પરિવર્તન આ રાશિના જાતકોને વિવિધ તબક્કે શુભ ફળ આપવાનું છે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. વિરોધીઓના હાથ હેઠા પડશે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધે. લગ્નજીવન સુખી અને પ્રેમથી ભરેલું રહેશે.

સિંહ (Leo Rashifal)

અત્યારે સિંહ રાશિ પર શનિની ઢૈય્યા છે, એવામાં ઉત્તરાભાદ્ર પદ નક્ષત્રના ત્રીજા ચરણમાં શનિનો પ્રવેશ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. ભાગ્યનો સાથ મળતા આર્થિક પાસાં સવળા પડતાં જણાશે. નોકરી-ધંધામાં કલ્પના બહારની સફળતા મળતા આનંદ પ્રાપ્ત થાય.મનોકામનાને સાકાર કરવામાં મદદ મળશે.આર્થિક અનુકુળતામાં વધારો થાય. કૌટુંબિક ચિંતાનો ઉપાય મળી રહેશે.

ધન (Sagittarius Rashifal)

સિંહની જેમ ધન રાશિ પર પણ શનિની ઢૈયા ચાલી રહી છે. આથી શનિની બદલતી ચાલના પ્રતાપે જાતકો મૂડી રોકાણમાંથી ભરપુર ફાયદો ઉઠાવી શકશે.આર્થિક પ્રગતિથી સંતુષ્ઠ રહેશો. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાશે. આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય રહેવાનો છે. વિદેશ જવા ઇચ્છુક જાતકોનાં વિઘ્નો દૂર થશે. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. મહેનતથી અનુકૂળ પરિણામો મળશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.