આજથી શરૂ થતું 13 મહિનાનું અનોખું વર્ષ 5 રાશિઓ માટે વરદાનરુપ રહેશે, જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિનો સરવાળો થશે

જ્યારે ગુરુ અને મંગળ એકસાથે આવે છે, ત્યારે સાહસ અને સમજદારીનો અદ્દભૂત મેળ થાય છે. જેના પરિણામે કેટલીક રાશિના જાતકોને અપરાજય યોગથી આ વર્ષે વિશેષ ફાયદો મળી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Mar 2026 05:34 PM (IST)Updated: Fri, 20 Mar 2026 05:34 PM (IST)
hindu-new-year-2026-vikram-samvat-2083-5-zodiac-signs-that-will-get-big-success-this-year
HIGHLIGHTS
  • આ વર્ષે રૌદ્ર સંવત્સર છે, જેમાં જયેષ્ઠ તરીકે વધારાનો મહિનો ઉમેરાય છે

Hindu New Year: ભારતમાં, હિન્દુ નવું વર્ષ એક જ દિવસે શરૂ થાય છે, છતાં તે વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં, તેને ચૈત્ર નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે, જે દરમિયાન દેવીની પૂજા કરવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં, તેને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. આ રીતે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. તો ચાલો જાણીએ તેનું મહત્વ…

આજ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે, ત્યારે આજથી જ હિન્દુ નવ વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો ભારતમાં હિન્દુ નવું વર્ષ એક જ દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ અલગ-અલગ રાજ્યોમાં તેને જુદા-જુદા નામથી મનાવવામાં આવે છે. જેમ કે ઉત્તર ભારતમાં તેને ચૈત્રી નવરાત્રી કહે છે, તો દક્ષિણમાં ઉઘાડી તેમજ મહારાષ્ટ્રમાં આ પર્વ ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે શરુ થયેલ વિક્રમ સંવતનું નામ રૌદ્ર સંવત્સર છે, જેના રાજા દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ અને મંત્રી ગ્રહોના સેનાપતિ મંગળ છે. એટલે કે આ વર્ષે બુદ્ધિ અને બળનો અત્યંત દુર્લભ મેળ ધરાવનારું રહેવાનું છે.

અંગ્રેજીની માફક હિન્દુ વર્ષમાં પણ 12 મહિના હોય છે, પરંતુ વિક્રમ સંવત 2083 13 મહિનાનો હશે. જેમાં જયેષ્ઠનો એક વધારાનો મહિનો ઉમેરાઈ રહ્યો છે. આમ પણ જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને મંગળની યુતિ ધરાવતા સંવતને અત્યંત દુર્લભ માનવામાં આવે છે. જેની સકારાત્મક અસર આ વર્ષે 5 રાશિના જાતકો પર વિશેષ રહેવાની છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…

મેષ (Aries Rashifal)

આ વર્ષ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી સિદ્ધ થવાનું છે. જાતકોની વર્ષોની મહેનત હવે સફળતામાં પરિવર્તિત થશે. મંગળની અસરથી જાતકોનો આત્મવિશ્વસ વધશે. નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહેશે. કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન અનુભવી શકશો. પ્રતિસ્પર્ધીઓ સાથે ટક્કર લેવાની શક્તિ મળશે. એકંદરે આ વર્ષે સુખદ અનુભૂતિ થશે.

સિંહ (Leo Rashifal)

આ રાશિના જાતકો માટે આ વર્ષે એકદમ અઘરા લાગતા કામો પણ સરળ બનતા જશે. નોકરિયાતોને માન-સન્માન પ્રાપ્ત થાય. વિદેશ જવા ઇચ્છુક જાતકોનાં વિઘ્નો દૂર થશે. લગ્નજીવન સુખી અને પ્રેમથી ભરેલું રહેશે.શત્રુનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ખીલશે. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે આ વર્ષ શુભ રહેશે.

ધન (Sagittarius)

આ વર્ષે ધન રાશિના જાતકો આગવી ઓળખ ઉભી કરી શકશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂની સમસ્યામાંથી આપોઆપ માર્ગ મળી જશે. જીવનમાં આરામ અને એશ્વર્યનો અહેસાસ થશે. નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ બનશે. નોકરીમાં તાણ ઓછી થવા સાથે મોટું પદ મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે.

વૃશ્વિક (Scorpio Rashifal)

ગુરુ-મંગળની દુર્લભ યુતિથી વૃશ્વિક રાશિના જાતકો આ વર્ષે અંતરાયોને પાર કરીને સફળતાની સીડી ચઢી શકશે. નોકરી-ધંધામાં કલ્પના બહારની સફળતા મળતા આનંદ પ્રાપ્ત થાય. તબિયતની ચિંતા દૂર થતી જણાય. આ વર્ષે બિનજરૂરી ચિંતાનું આવરણ દૂર થતું જણાશે. આર્થિક સ્થિતિ સુધરતી લાગશે. પરદેશના કામમાં પ્રગતિ થતી જણાશે.

મીન (Pisces Rashifal)

13 મહિના ધરાવતું આ વર્ષ મીન રાશિના જાતકો માટે પણ અત્યંત ફળદાયી નીવડવાનું છે. આ વર્ષે તમારા આર્થિક સંજોગો ઉજળા બનવાના યોગ છે. મૂડી રોકાણમાંથી ભરપુર ફાયદો ઉઠાવી શકશો. આકસ્મિક રીતે પ્રગતિના નવા દ્વાર ખુલશે. પ્રયત્નોનું ધાર્યું પરિણામ મળશે. વિરોધીઓ પર અંકુશ રાખી શકશો. મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાય.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.