Pawan Kalyan Movie Ustaad Bhagat Singh: પવન કલ્યાણની ઉસ્તાદ ભગતસિંહ રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં જ ઑનલાઈન લીક થઈ

ઉસ્તાદ ભગતસિંહને માત્ર 4607 શૉ જ મળ્યા છે. પવન કલ્યાણની એક્શન-કૉમેડી ફિલ્મે તેલુગુ ભાષામાં પ્રથમ દિવસે જ રૂ. 31.50 કરોડનું બમ્પર કલેક્શન કર્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Mar 2026 04:49 PM (IST)Updated: Fri, 20 Mar 2026 04:49 PM (IST)
entertainment-news-pawan-kalyan-movie-ustaad-bhagat-singh-leaked-online-within-hours-of-release
HIGHLIGHTS
  • બોક્સ ઑફિસ પર પવન કલ્યાણની ફિલ્મ અને 'ધુરંધર 2' વચ્ચે ટક્કર
  • સાઉથ બેલ્ટમાં પવન કલ્યાણની ફિલ્મને ધુરંધર સફળતા

Entertainment News: ગઈકાલે જ સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની ફલ્મ ઉસ્તાદ ભગતસિંહ (Pawan Kalyan Movie Ustaad Bhagat Singh) થિયેટરમાં રિલીઝ થઈ છે. આજ દિવસે રણવીરસિંહની સુપરહિટ ફિલ્મ ધુરંધરની સિક્વલ ધુરંધર ટૂ પણ રિલીઝ થઈ છે.

ઑનલાઈન લીક થઈ ગઈ પવન કલ્યાણની ફિલ્મ

પવન કલ્યાણની એક્શન થ્રિલર અને કૉપ ડ્રામા ફિલ્મમાં તેની કૉ-સ્ટાર શ્રીલીલા જોવા મળે છે. ડિરેક્ટર હરીશ શંકરે 'ઉગાડી'ના પવિત્ર પર્વે આ ફિલ્મ રિલીઝ તો કરી દીધી, પરંતુ થિયેટરમાં આવ્યાના ગણતરીના કલાકોમાં આ ફિલ્મ ઑનલાઈન લીક થઈ ગઈ.

ફિલ્મીબીટના રિપોર્ટ મુજબ, રિલીઝ થયાના થોડા સમય બાદ જ ઉસ્તાદ ભગતસિંહ ફિલ્મ અનેક પાયરેટેડ સાઈટ્સ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. જો કે ફિલ્મે રિલીઝ પૂર્વે જ લીગલ પ્રોટેક્શન લઈ લીધુ હતુ.

ફિલ્મ મેકર્સને ડર હતો કે, કેટલાક અજ્ઞાત લોકો અથવા પ્લેટફોર્મ્સ ફિલ્મ વિશે ખોટી માહિતી કે વાંધાજનક સામગ્રી ફેલાવી શકે છે. આથી તેમણે કોર્ટમાં જઈને 'જોન ડો' (John Doe) ઓર્ડર મેળવ્યો છે. જૉન ડો ક્લૉઝ દ્વારા સમર્થિત આ આદેશ અજ્ઞાત વ્યક્તિઓને લાગુ પડે છે. તેનાથી કોઈપણ વ્યક્તિ કે વેબસાઈટ ફિલ્મની પાયરસી કરી શકશે નહીં કે તેના વિશે ભ્રામક પ્રચાર કરી શકશે નહીં.

naidunia_image

પહેલા દિવસે ફિલ્મનું કલેક્શન કેટલું રહ્યું?

19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને સાઉથમાં ભારે સફળતા મળી છે. સૈકનલિક ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર, પવન કલ્યાણની આ એક્શન-કૉમેડી ફિલ્મે તેલુગુ ભાષામાં પહેલા જ દિવસે 31.50 કરોડ રૂપિયાનું બમ્પર કલેક્શન કર્યું છે.

ખાસ વાત એ છે કે, આ ફિલ્મને માત્ર 4607 શૉ જ મળ્યા છે. દક્ષિણ ભારતમાં આ ફિલ્મનો ક્રેઝ ઘણો વધારે હતો. ખાસ કરીને પવન કલ્યાણની લોકપ્રિયતાને કારણે તેને 'ધુરંધર 2' જેવો જ જોરદાર પ્રતિસાદ મળ્યો છે.