Shani Sade Sati, Shani Dhaiya 2026: ન્યાયના દેવતા ગણાતા શનિ દેવ દર અઢી વર્ષમાં એકવાર પોતાની રાશિ બદલે છે. જ્યારે પણ શનિ દેવ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે કેટલીક રાશિઓપર સાડા સાતી કે ઢૈયાની સ્થિતિ સર્જાતી હોય છે. જેની અસર જાતકોના જીવન પર સીધી પડતી હોય છે. જેમાં કામમાં અડચણ, માનસિક તણાવ, આર્થિક સમસ્યા અને સબંધોમાં ખટરાગ જેવી સમસ્યા જોવા મળતી રહે છે.
હાલ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે દોઢેક મહિના શરૂ થતાં 2026ના વર્ષમાં શનિદેવ રાશિ પરિવર્તન નહીં કરે. વર્તમાનમાં મેષ, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે, જ્યારે સિંહ અને ધન રાશિ પર ઢૈયાની અસર છે. 2026માં શનિદેવ રાશિ પરિવર્તન નહીં કરે, જેના પરિણામે આ 5 રાશિના જાતકો પર શનિની વક્ર દ્રષ્ટિ યથાવત રહેશે.
આથી આ 5 રાશિના જાતકોએ આવતા વર્ષે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે શનિદેવ મીન રાશિમાં જ રહેશે. જેના પરિણામે આ સમયમાં તમને મહેનતનું ફળ વિલંબમાં મળે તેવું પણ બની શકે છે. આથી આ 5 રાશિના જાતકોએ શનિના દુષ્પ્રભાવથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો અજમાવવા જોઈએ…
દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો: હનુમાનજીના ભક્તો પર શનિનો અશુભ પ્રભાવ નથી પડતો. એવું કહેવાય છે કે, જે જાતક પર હનુમાનજીની કૃપા થઈ જાય, તેના પર શનિના દુષ્પ્રભાવની કોઈ અસર થતી નથી.
હનુમાન ચાલીસા માત્ર એક પાઠ જ નથી, પરંતુ સુરક્ષા કવચ છે. જેની દરેક ચોપાઈમાં ઉર્જા છે, જે જાતકના ડર, સંકટ અને અડચણો દૂર કરે છે. જો દરરોજ સવાર-સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આત્મવિશ્વાસ વધે છે અને મન પણ સ્થિર રહે છે.
હનુમાનજીના મંદિરમાં જાવ: આ પાંચ રાશિના જાતકોએ દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ. જ્યાં સરસવ કે તલના તેલનો કે ઘીનો દીવો પ્રગટાવીને "ॐ हनुमते नमः" મંત્રનો 11 વખત જાપ કરવો જોઈએ.
જરૂરિયાતમંદોને દાન કરો: કાળા કપડા, અડદની દાળ, તલ કે લોખંડનું દાન કરીને પણ શનિની વક્ર દ્રષ્ટિની દુષ્પ્રભાવથી બચી શકાય છે. હિન્દુ ધર્મમાં દાનનું પણ અધિક મહત્ત્વ બોય છે. દાન કરવાથી અનેક ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
પીપળાના વૃક્ષની પૂજા કરો: દરરોજ પીપળાના વૃક્ષની પૂજા કરો અને પીપળાને ઘીનો દીવો કરો. આ સિવાય કાળા કૂતરા, કાગડા અને ગાયને દરરોજ રોટલી ખવડાવતા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
