Mobile Recharge Plans Price Hike: જો તમે પણ દર મહિને મોબાઈલનું રિચાર્જ કરાવતા હોવ, તો આવતા મહિનાથી થોડા વધારે રૂપિયા ચૂકવવા માટેની તૈયારી રાખતો. હકીકતમાં એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટેલિકૉમ કંપનીઓ ટૂંક સમયમાં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતો વધારી શકે છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2025થી એરટેલ, Jio અને વોડાફોન-આઈડિયા (VI) જેવી કંપનીઓના પ્રી-પેઈડ પ્લાન્સ મોંઘા થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓ પોતાના મોબાઈલ ડેટા પ્લાન્સના ભાવ 10 થી 12 ટકા સુધી વધારી શકે છે.
એટલે કે, જે યુઝર્સ હાલ એક ફિક્સ્ડ પ્રાઈસ પર રિચાર્જ કરાવી રહ્યા છે, તેમણે આગામી મહિનાથી એજ રિચાર્જ પ્લાન માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. જો કે હજુ સુધી એરટેલ, Jio કે VI દ્વારા આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
84 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન 100 રૂપિયા વધી શકે છે
તાજેતરમાં જ ટિપ્સટર અભિષેક યાદવે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં જલ્દી મોબાઈલ ડેટા પ્લાનની કિંમતો વધી શકે છે. ટેલિકોમ કંપનીઓ લગભગ 10 ટકા સુધીના ભાવ વધારી શકે છે.
આટલું જ નહીં, 84 દિવસની વેલિડિટી ધરાવતા 2 GB વાળા ડેટા પ્લાનની કિંમત જે હાલમાં 849 થી 899ની વચ્ચે છે, તેના ભાવ પણ વધીને 949 થી 999 સુધી જઈ શકે છે.
અગાઉ ડીલ ટ્રેકર DealBee Dealsએ પણ પોતાની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, 1 ડિસેમ્બર, 2025થી ટેરિફ વધી શકે છે. રિપોર્ટ પ્રમાણે, 199 રૂપિયાના પ્લાનની નવી કિંમત લગભગ 219 રૂપિયા સુધી જઈ શકે છે. જ્યારે 899 રૂપિયા વાળા પ્લાનની કિંમત પણ વધીને 999 રૂપિયા સુધી પહોંચી શકે છે.
આ સાથે જ DealBee Dealsએ જણાવ્યું કે, હજુ તો આ પ્રાથમિક રિપોર્ટ આધારિત માહિતી છે, પરંતુ કંપની તરફથી હજુ સુધી તેની કોઈ પુષ્ટી નથી કરવામાં આવી. જાગરણ ગ્રુપ પણ તેની કોઈ પુષ્ટિ નથી કરતુ. જો આ રિપોર્ટ સાચા ઠરશે, તો ડિસેમ્બરથી મોબાઈલ યુઝર્સને રિચાર્જ માટે ખિસ્સા ખાલી કરવા પડશે, તે ચોક્કસ છે.
