Rajkot: મંડલીકપુર નજીક એસ.ટી.બસને અકસ્માત, ડ્રાઈવરને ચક્કર આવતા બેકાબુ બનેલી બસ નાળામાં ખાબકી; 17થી વધુ મુસાફરો ઘાયલ

બસના ડ્રાઈવરને ચક્કર આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે બસ રોડની સાઈડમાં સરકી ગઈ હતી. ગંભીર ઘાયલ મુસાફરોને જૂનાગઢ સારવાર અર્થે રિફર કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Nov 2025 05:13 PM (IST)Updated: Thu, 06 Nov 2025 05:13 PM (IST)
rajkot-news-st-bus-turn-turtle-due-to-driver-sick
HIGHLIGHTS
  • જેતપુર-ઢાંક રૂટની એસ.ટી બસને અકસ્માત નડ્યો
  • જેતપુર-ધોરાજીની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

Rajkot: જેતપુરથી ઢાંક રૂટ પર દોડતી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક બસ આજે (દિવસ) મંડલીકપુર નજીક અકસ્માતનો ભોગ બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ, બસમાં 17થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
અકસ્માતનું મુખ્ય કારણ બસના ચાલકને ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન ચક્કર આવવાને કારણે હોવાનું જાણવા મળ્યું છે. ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ મંડલીકપુર નજીક આવેલ એક રિસોર્ટ પાસે માર્ગ પરથી નીચે ઉતરી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક જેતપુર અને ધોરાજીની 108 એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કેટલાક મુસાફરોને વધુ સારવાર અર્થે જુનાગઢ રિફર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અકસ્માતને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસ દ્વારા પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી.

કાર્તિકી પૂનમે સવા લાખ જેટલા ભક્તોએ ચોટીલામાં માતાજીના દર્શન કર્યાં

ચામુંડાધામ ચોટીલામાં કાર્તકી પૂનમ પ્રસંગે લાખો માઈભક્તો ની ભીડ ઉમટી હતી મંગળવાર મોડી રાત્રી થી બુધવારની સાંજ સુધી યાત્રીકોનો પ્રવાહ અવિરત વહેતો રહેલ જેની અસર હાઇવે ચામુંડા ચોકડી થી બંન્ને તરફ દિવસભર નોન સ્ટોપ ટ્રાફિક જામ રહેલ હતો એક અંદાજ મુજબ સવા લાખ જેટલા યાત્રિકોએ માં ચામુંડાનાં દર્શનનો લ્હાવો લીધો હતો.

પૂનમ ભરતા હજારો રાજ્ય અને આંતર રાજ્યનાં ભક્તો સાથે વિશેષમાં મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના પદયાત્રા સંઘો માતાજીના રથ સાથે ચોટીલા ખાતે મોટી સંખ્યામાં આવેલ હતા.પૂનમના એક દિવસ અગાઉ જ અનેક પદયાત્રા સંઘો પોતાની યાત્રા ના પડાવ એવા માં ચામુડા ની તળેટી ખાતે પહોચી ચુકવ્યાં હતા. ડુંગર તળેટી વિસ્તાર આખી રાત્રી ધમધમ્યો હતો

ભાવિકોનાં પ્રવાહને મેનેજ કરવા ડુંગર ટ્રસ્ટ દ્વારા ઉપર નીજ મંદિરના દ્વાર મોડી રાત્રીના જ ભાવિકો માટે ખુલ્લા મુકાયા હતા અને રાત્રીના બે કલાકે પ્રથમ આરતી કરવામાં આવેલ હતી. ઉતર ગુજરાત ના અનેક ગામોનાં સંઘો માતાજીના શણગારેલ રથ અને મોટી ધજાઓ સાથે શ્રધ્ધા ભેર વર્ષોથી પરંપરા મુજબ ચોટીલા આવેલ હતા. તળેટી અને ડુંગર પગથિયા જય માતાજીના જયઘોષ સાથે અવિરત ગુંજતો રહ્યો હતો