Lucky Rashi: નવેમ્બર મહિનાના પહેલા 4 દિવસ આજે પૂરા થઈ જશે અને બે દિવસ બાદ લાભ પાંચમ આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં જ દિવાળી સહિતના મોટા-મોટા તહેવારો સાથે થઈ છે. આ મહિનો ગ્રહોના ગોચરથી બને યોગ-સંયોગનો વિશેષ મહિનો સાબિત થશે. જેની અસર અલગ-અલગ રાશિના જાતકો પર પડશે.
જેમાં આગામી 7 નવેમ્બરથી શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ 15 નવેમ્બરે શનિ કુંભમાં માર્ગી થશે અને 16 નવેમ્બરે સૂર્ય વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત 26 નવેમ્બરે બુધ વૃશ્વિક રાશિમાં વક્રી ચાલ ચાલશે. જ્યારે 30 નવેમ્બરે બુધ વૃશ્વિક રાશિમાં જ અસ્ત થઈ જશે. આ દરમિયાન 10 નવેમ્બરે રાહુ ઉત્તરભાદ્ર પદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
જ્યોતિષાચાર્યોનું માનીએ તો, ગ્રહોની આવી ચાલ કેટલીક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આ લકી રાશિ કઈ-કઈ છે
કર્ક: નવેમ્બરમાં ગ્રહોનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકોને ફાયદેમંદ નીવડશે. આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ તેમના દરેક કાર્ય કુશળતાપૂર્વક પાર પાડશે. કર્ક રાશિના જાતકોને આવકમાં વૃદ્ધિના યોગ છે.
સિંહ: આ મહિનામાં સિંહ રાશિના જાતકો પણ પોતાના લક્ષ્યોને હાંસલ કરવામાં સફળતા મેળવશે. ઑફિસમાં કલીગ અને પરિવારમાં વડીલો વચ્ચે તમારી પ્રતિષ્ઠા વધશે. આ સાથે જ નવેમ્બર મહિનામાં તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ધન: ધન રાશિના જાતકો માટે પણ નવેમ્બર મહિનો ફળદાયી નીવડશે. નવો ધંધો શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સાથે જ લગ્નજીવન માટે પણ આ સમય સારો રહેશે.
