સાયબર ફ્રોડ અને ભ્રષ્ટાચાર પર વાર! સરકારી કર્મચારીઓ માટે Conduct Rules અને Cyber Hygiene અંગે યોજાશે માસ્ટર ક્લાસ

ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ 'સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ' થીમ સાથે સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026 અને ત્રણ મહિનાની નિવારાત્મક સતર્કતા ઝુંબેશ ચલાવશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 11:27 AM (IST)Updated: Thu, 24 Sep 2026 11:27 AM (IST)
gujarat-boosts-transparency-with-vigilance-week-2026

Gujarat Vigilance Awareness Week: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે સરકારી વહીવટમાં સત્યનિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026ને વ્યાપક સ્વરૂપ આપ્યું છે. ‘Probity for Prosperity’ એટલે કે ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની થીમ સાથે 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર, 2026 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ યોજાશે. સાથે જ 10 સપ્ટેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 સુધી ત્રણ મહિનાની નિવારાત્મક સતર્કતા ઝુંબેશ હાથ ધરાશે. ભ્રષ્ટાચાર થયા બાદ કાર્યવાહી કરતાં તેના કારણો અને શક્યતાઓને પહેલેથી દૂર કરવા પર આ ઝુંબેશનો વિશેષ ભાર રહેશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ તથા નિવારાત્મક સતર્કતા ઝુંબેશ દરમિયાન રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, તાબાની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તામંડળોને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા સૂચના અપાઈ છે. અધિકારીઓ-કર્મચારીઓના સત્યનિષ્ઠાના શપથ, જનજાગૃતિ કાર્યક્રમો, નિબંધ-ચિત્ર સ્પર્ધાઓ, ક્ષમતાવર્ધન તાલીમ અને ડિજિટલ પહેલ દ્વારા વહીવટમાં પારદર્શિતાનો સંદેશ પહોંચાડાશે.

પ્રિવેન્ટિવ વિજિલન્સ પર મુખ્ય ભાર

ગુજરાત તકેદારી આયોગ, ACB અને વિવિધ વિભાગોના સહયોગથી ભ્રષ્ટાચાર નિવારણ અંગે જનજાગૃતિ વધારાશે. સરકારી પ્રક્રિયાઓમાં રહેલી ખામીઓ ઓળખી તેને સુધારવા તથા ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપાશે.

સાયબર સુરક્ષા અને સરકારી ખરીદીમાં પારદર્શિતા

ગૃહ વિભાગ, પોલીસ મહાનિયામક અને NFSUના સહયોગથી સાયબર સિક્યોરિટી અને સાયબર હાઇજીન અંગે તાલીમ યોજાશે. બીજી તરફ ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા MSME અને વેન્ડર્સ માટે સરકારી ખરીદીની પ્રક્રિયા અંગે માસ્ટર ક્લાસ, વર્કશોપ અને કેમ્પ યોજાશે. ‘સતર્ક સપ્લાયર, સ્ટ્રોંગ ગુજરાત’ હેઠળ જાગૃતિ વધારવા સાથે સરકારી ખરીદીના ‘Dos & Don'ts’નો સારસંગ્રહ તૈયાર કરાશે અને 500થી વધુ અધિકારીઓને તાલીમ આપવાનું આયોજન છે.

બાંધકામથી નાણાકીય વ્યવહારો સુધી ક્ષમતાવર્ધન

માર્ગ અને મકાન વિભાગ તેમજ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિકારીઓને Updated PWD Manual, Contract Management, Audit-Accounts તથા સાયબર સુરક્ષા અંગે તાલીમ મળશે. સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ, SPIPA તથા અન્ય સંસ્થાઓના સહયોગથી Conduct Rules, Conflict of Interest, પ્રાથમિક અને ખાતાકીય તપાસ તેમજ જાહેર સેવામાં નૈતિકતા અંગે તાલીમ યોજાશે. Executive Development Programme અને Common Foundation Courseમાં Vigilance & Disciplinary Rules તથા Prevention of Corruption Actનો પણ સમાવેશ કરાશે.

નાણા વિભાગ દ્વારા હિસાબી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ યોજાશે. NFSUના સહયોગથી ગુજરાત હિસાબી સેવા વર્ગ-1 અને 2ના અધિકારીઓને Forensic Accounting and Fraud Investigation અંગે તાલીમ આપવામાં આવશે.

મહેસૂલ વહીવટમાં Ethicsથી AI સુધી

મહેસૂલ વિભાગ દ્વારા SPIPA, GNLU અને દીનદયાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્વે એન્ડ રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના સહયોગથી વ્યાપક તાલીમ યોજાશે. તેમાં Prevention of Corruption Act-1988, શિસ્ત-અપીલ અને વર્તણૂક નિયમો, Ethics & Integrity, Preventive Vigilance ઉપરાંત CBI, GVC, ACB અને લોકાયુક્તના નિષ્ણાતોના વ્યાખ્યાનોનો સમાવેશ થશે. RTI Act, Citizen Charter, સમયમર્યાદામાં સેવાઓ, સાયબર સુરક્ષા, ડેટા પ્રોટેક્શન, ફિશિંગ-સાયબર ફ્રોડ અને વહીવટમાં AIના ઉપયોગ અંગે પણ તાલીમ અપાશે.

IT ખરીદી અને ડેટા આધારિત ‘Predictive Vigilance’

સાઇન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ IT ખરીદી, GeM, ટેકનોલોજી મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ, બિડ રિજેક્ટ થવાના કારણો અને ફરિયાદ નિવારણ અંગે તાલીમ આપશે. IIT ગાંધીનગરના સહયોગથી ‘Predictive Vigilance for Infrastructure’ હેઠળ Data, Digital Twins, Gamification અને Data Analytics જેવા આધુનિક સાધનો દ્વારા જોખમનું મેપિંગ તથા Data-Driven Vigilance Stack અંગે માર્ગદર્શન અપાશે.

ડિજિટલ સેવાઓ અને સરકારી મિલકતોનું વ્યવસ્થિત સંચાલન

વધુ સરકારી સેવાઓ અને પ્રક્રિયાઓને ડિજિટલ માધ્યમ હેઠળ લાવવા, નાગરિક પ્રતિસાદ વધારવા અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબૂત કરવા પ્રયાસ થશે. સરકારી જંગમ મિલકતોના ડિજિટાઇઝેશન માટે એક્શન પ્લાન, લીઝ કરારોની સમીક્ષા, દબાણોની ઓળખ અને દૂર કરવાની કામગીરી તેમજ જૂની અથવા વણવપરાયેલી મિલકતોના નિયમસર નિકાલ અંગે પણ પગલાં લેવાશે.

આ રીતે સપ્તાહ પૂરતી મર્યાદિત ન રહેતાં ત્રણ મહિનાની ઝુંબેશ દ્વારા તાલીમ, જનજાગૃતિ, ડિજિટલ ટેકનોલોજી, સાયબર સુરક્ષા, ફોરેન્સિક એકાઉન્ટિંગ, પારદર્શક ખરીદી, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ અને ડેટા આધારિત સતર્કતાને એકસાથે જોડવામાં આવી છે. ‘Probity for Prosperity’ના સંકલ્પ સાથે ગુજરાતમાં વધુ પારદર્શક, જવાબદાર અને નાગરિકલક્ષી વહીવટને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.