Shani Amavasya 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિ દેવ કોઈ પણ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જો વ્યક્તિ સારું કામ કરશે, તો તેને શુભ પરિણામ મળે છે અને ખરાબ કામ કરશે, તો તનું વરવું પરિણામ ભોગવવું પડે છે.
આ વર્ષ 2026માં કેટલીક રાશિઓને શનિની સાડા સાતી ચાલી રહી છે, જે પૈકી કુંભ રાશિમાં સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. કુંભ રાશિના જાતકો માટે આ સમય ઘણી બાબતોમાં રાહત આપનારો છે, આમ છતાં જાતકોને કેટલીક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે શનિદેવ સાડા સાતીના અંતિમ તબક્કામાં પૂર્ણ ફળ આપે છે.
જેના પરિણામે આ રાશિના જાતકોના જીવનમાં ચડ-ઉતર જોવા મળે છે. એવામાં જો તમારી રાશિ પણ કુંભ હોય, તો શનેશ્વરી અમાસ અર્થાત શનિ અમાવસ્યાના દિવસે અહીં જણાવેલા કેટલાક ઉપાય તમારા માટે કારગર નીવડી શકે છે.
કુંભ રાશિ પર શનિની સાડેસાતીનો અંતિમ તબક્કો
જ્યારે શનિ કોઈ રાશિ ઉપરથી ગોચર કરે છે, ત્યારે સાડા સાતીની અસર શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો માટે આ સમય માનસિક તણાવ, આર્થિક ઉથલ-પાથલ, કરિયરમાં અવરોધ અને સબંધોમાં મતભેદ જેવી સ્થિતિ લઈને આવી શકે છે. જો કે હવે સાડા સાતીનો અતિમ તબક્કો હોવાથી પહેલાની સરખામણીમાં થોડી રાહત જરૂર મળશે. આમ છતાં આ સમય દરમિયાન તમારે શનિ દેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય અચૂક અજમાવવા જોઈએ.
કાળી વસ્તુઓનું દાન કરોઃ શનિ દેવને દાન-પુણ્ય અત્યંત પ્રિય છે. આથી જો તમે શનિ અમાવસ્યાના દિવસે કાળા તલ, કાળા કપડા, કાળી અડદની દાળ, લોખંડની વસ્તુ કે ચંપલનું દાન કરશો, તો તે અત્યંત શુભ અને ફળદાયી નીવડી શકે છે. આમ કરવાથી શનિના સાડા સાતીની અસર ઓછી કરવામાં પણ મદદ મળશે.
સુંદરકાંડનો પાઠ કરોઃ કુંભ રાશિના જાતકોએ શનિ અમાસના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, સુંદરકાંડનો પાઠ વ્યક્તિના જીવનમાં આવતી અનેક પ્રકારની અડચણો દૂર કરે છે અને જીવનમાં પ્રગતિના દ્વાર ખોલે છે.
હનુમાનજીની પૂજા અને સુંદરકાંડનો પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સાડા સાતીની અસર દૂર કરી શકાય છે. જો આ દિવસે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે, તો વધારે શુભ ફળ આપે છે. આ દિવસે તમારે હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછા 11 વાર પાઠ કરવો જોઈએ.
શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો
જો શનિ અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત બાદ જો તમે કોઈ શનિ મંદિરમાં જઈને સરસિયાના તેલનો દીવો પ્રગટાવીને શનિ ચાલીસાનો પાઠ કરશો, તો શનિની સાડે સાતીની અસર દૂર કરવામાં મદદ મળી શકે છે.
શનિ દેવની પૂજાબાદ શનિ શિલાની 7 વાર પરિક્રમા અચૂક કરવી જોઈએ. આ આસાન ઉપાયથી કુંભ રાશિના જાતકોના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
