Rishi Panchami 2026 Date: હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની હારમાળામાં ઋષિ પંચમીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે ભાદરવા સુદ પાંચમના રોજ આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે સપ્તર્ષિઓની પૂજા કરવાની પરંપરા છે. વર્ષ 2026 માં ઋષિ પંચમી ક્યારે છે અને પૂજા માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે, તે અંગેની વિગતો અહીં જાણો.
ઋષિ પંચમી 2026: તારીખ અને તિથિ
વર્ષ 2026 માં ઋષિ પંચમીનો તહેવાર 15 સપ્ટેમ્બર, મંગળવારના રોજ મનાવવામાં આવશે.
- પંચમી તિથિ પ્રારંભ: 15 સપ્ટેમ્બર ના રોજ સવારે 07:44 વાગ્યે
- પંચમી તિથિ સમાપ્ત: 16 સપ્ટેમ્બર ના રોજ સવારે 08:59 વાગ્યે
ઋષિ પંચમી પૂજાનું શુભ મુહૂર્ત
ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય 15 સપ્ટેમ્બરના રોજ સવારે 11:03 થી બપોરે 01:31 વાગ્યા સુધીનો રહેશે. ભક્તોને પૂજા માટે આશરે 2 કલાક અને 28 મિનિટનો સમય મળશે.
ઋષિ પંચમી વ્રતનું મહત્વ
આ વ્રત ખાસ કરીને મહિલાઓ માટે ફળદાયી માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી જાણતા-અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે તેમજ સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ અનેરું માહાત્મ્ય છે.
ઋષિ પંચમી પૂજા વિધિ
- સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને ઘરના મંદિરની સફાઈ કરવી.
- મંદિરમાં દેવી-દેવતાઓને ગંગાજળથી સ્નાન કરાવી પવિત્ર કરવા.
- ત્યારબાદ સપ્તર્ષિઓની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરવી અને કળશ મૂકવો.
- ઋષિઓને તિલક, પુષ્પ, ધૂપ અને દીવો અર્પણ કરી પૂજા કરવી.
- નૈવેદ્યમાં મીઠાઈ અર્પણ કરવી અને અંતમાં વ્રત કથા સાંભળી આરતી કરવી.
