Panchgrahi Yog 2026: 2025ના વર્ષને પુરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે. માંડ 10 દિવસ બાદ 2026નું નવું વર્ષ શરૂ થઈ જશે. ગ્રહ ગોચર અને ગ્રહોની યુતિની દ્રષ્ટિએ આવનારું વર્ષ અને નવા વર્ષનો પ્રથમ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહથી દર આંતરે દિવસે શક્તિશાળી ગ્રહ ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરવાના છે.
આગામી 13 જાન્યુઆરીએ શુક્ર, 14 જાન્યુઆરીએ સૂર્યદેવ, 16 જાન્યુઆરીએ મંગળ, 17 જાન્યુઆરીએ બુધ અને 19 જાન્યુઆરીના રોજ ચંદ્ર એક સાથે મકર રાશિમાં ગોચર કરવાના છે. આમ એકસાથે 5 ગ્રહો મકર રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે પંચગ્રહી યોગનું નિર્માણ થશે. જે ચાર રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેવાનો છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ અને જાતકોને કેવું ફળ મળશે
આ પણ વાંચો
વૃષભ: આ રાશિના જાતકો માટે મકર રાશિમાં બનતો પંચગ્રહી યોગ શુભ સાબિત થવાનો છે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય.ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે. કાયદાકીય અને કોર્ટને લગતા કામોનો સરળતાથી ઉકેલ આવશે. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. વાણી-વ્યહારમાં પારદર્શિતા આવશે.
મિથુન: આ રાશિના જાતકો માટે પંચગ્રહી યોગ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થઈ શકે છે. ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે. નોકરીમાં પરિવર્તન સાથે સારી પરિસ્થિતિનું નિર્માણ સંભવ. આર્થિક બાબતોમાં ભવિષ્ય માટે સારું પ્લાનિંગ કરી શકશો. શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થશે.
સિંહ: મકર રાશિમાં બનતો પંચગ્રહી યોગ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારક નીવડવાનો છે. જાતકોને કરિયરમાં પ્રગતિ જણાશે. જો કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ, તો આ એકદમ ઉત્તમ સમય છે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. આર્થિક કમાણીની સારી તકો ઉભી થશે. જાતકો આગવી આવડતથી કાર્ય સિદ્ધિ મેળવી શકશે. લાંબા ગાળાનું આયોજન કરવું હિતાવહ રહેશે.
ધન: પંચગ્રહી યોગ આ રાશિના જાતકો માટે પણ લકી રહશે. જાતકોને સામાજિક પ્રસંગો અથવા ધાર્મિક યાત્રામાં જવાના યોગ સર્જાશે. દામ્પત્ય જીવનમાં મધુરતા આવશે. કારકિર્દીમાં પ્રભાવ વધશે. નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ અને સન્માન મળશે. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ખીલશે. ભાગીદાર સંકટ મોચક તરીકે પડખે ઉભા રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
