Vaibhav Lakshmi Rajyog 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહ ગોચરનું આગવું મહત્ત્વ છે. જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરીને કોઈ અન્ય નક્ષત્ર કે રાશિમાં પ્રવેશે છે, તો તેની શુભ-અશુભ અસર લગભગ દરેક રાશિના જાતકોના જીવનમાં જોવા મળે છે. એવામાં ધનના દાતા શુક્ર ગ્રહ અને મનના કારક ચંદ્ર દેવ આગામી 18 એપ્રિલના રોજ દૂર્લભ યુતિનું નિર્માણ કરી રહ્યા છે.
જ્યોતિષમાં શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય, દામ્પત્યજીવન અને ભૌતિક સુખ-સુવિધાના કારક ગણવામાં આવે છે. જ્યારે ચંદ્ર ગ્રહ માનસિક શાંતિનો કારક મનાય છે. એવામાં આ બન્ને ગ્રહોના મિલનથી બનતો વૈભવ લક્ષ્મી રાજયોગ જાતકોના જીવનમાં અનેક બાબતો પર વિશેષ અસર કરે છે. તો ચાલો જાણીએ આ રાજયોગથી કંઈ-કઈ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના નવા અવસર બનવા જઈ રહ્યા છે.
દ્વિક પંચાગ પ્રમાણે, 18 એપ્રિલ 2026ના રોજ ચંદ્ર અને શુક્ર મેષ રાશિમાં એકસાથે આવવા સાથે વૈભવ લક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. આમ પણ જ્યોતિષમાં શુક્ર અને ચંદ્રની યુતિને અત્યંત શુભ માનવામાં આવે છે.
જ્યારે આ બન્ને ગ્રહો અનુકૂળ સ્થિત જેમ કે શુભ રાશિ (વૃષભ, તુલા, મીન) કે કેન્દ્ર (1,4,7,10) અથવા ત્રિકોણ (1,5,9)માં મિલન થાય, ત્યારે બનતો રાજયોગ જાતકોના જીવનમાં ખુશહાલી અને આર્થિક સદ્ધરતાનું કારણ બને છે.
એવામાં વૈભવ લક્ષ્મી રાજયોગથી જાતકોના જીવનમાં ધન, ઐશ્વર્ય, સુખ-સુવિધા અને વિજાતિય આકર્ષણ વધવા લાગે છે. આ યોગની અસરથી જાતકોને ધન પ્રાપ્તિની અનેક નવી તકો સામેથી શોધતી આવે છે. તો ચાલો આ દુર્લભ રાજયોગથી કઈ-કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશહાલી આવવાની છે…
મેષ (Aries Rashifal)
વૈભવ લક્ષ્મી રાજયોગ મેષ રાશિમાં જ બનતો હોવાથી, આ રાશિના જાતકો માટે શુક્ર-ચંદ્રની યુતિ અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાજયોગથી જાતકોના જીવનમાં આત્મવિશ્વાસમાં વૃદ્ધી થશે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. કરિયરમાં પ્રગતિ થાય. કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. વિદેશ વસતા યુવાનોને સારા સમાચાર મળશે.
કર્ક (Cancer Rashifal)
વૈભવ લક્ષ્મી રાજયોગની અસરથી આ રાશિના જાતકોને આર્થિક નવા માર્ગો મળી રહેશે. તબિયતની ચિંતા દૂર થતી જણાય.નોકરી-ધંધામાં કલ્પના બહારની સફળતા મળતા આનંદ પ્રાપ્ત થાય. ચિંતાનું આવરણ દૂર થતું જણાય. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય
ઘણી નવી તકો ઉભરી આવશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે
સિંહ (Leo Rashifal)
આ રાશિના જાતકો માટે વૈભવ લક્ષ્મી રાજયોગ આકસ્મિક રીતે પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે. આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેશે. ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે. નવી ઓળખાણ લાભદાયક રહેશે. પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સંતાનો સાથે તાલમેલ વધે
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
