સાવધાન! શનિદેવ બદલી રહ્યા છે ચાલઃ 17 એપ્રિલથી આ 4 રાશિઓની 'અગ્નિપરીક્ષા', એક મહિના સુધી જાતકોની ધીરજની ખરી કસોટી થશે

કર્મ અને ન્યાયના કારક શનિ ગ્રહના નક્ષત્ર પરિવર્તનની અસર કરિયર, નોકરીમાં સ્થિરતા, આર્થિક સ્થિતિ અને સબંધો પર ખાસ જોવા મળે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Apr 2026 07:00 AM (IST)Updated: Thu, 16 Apr 2026 07:00 AM (IST)
shani-gochar-2026-saturn-enters-uttara-bhadrapada-these-zodiac-signs-must-stay-alert
HIGHLIGHTS
  • 17 એપ્રિલે શનિ ગ્રહ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે એક મહિના સુધી બિરાજમાન રહેશે

Shani Gochar 2026: આગામી 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવશે, પરંતુ તેના ઠીક બે દિવસ પહેલા ન્યાયના કારક શનિ ગ્રહ ગોચર કરવા જઈ રહ્યા છે. 17 એપ્રિલના રોજ શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે આગામી 17 મે સુધી રહેશે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ગોચરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તેને કર્મ અને ન્યાયનો ગ્રહ ગણવામાં આવ્યો છે. એવામાં શનિનો ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ દરેક રાશિના જાતકોના જીવન પર શુભ-અશુભ અસર કરે છે.

શનિના નક્ષત્ર પરિવર્તનની અસર કરિયર, નોકરીમાં સ્થિરતા, આર્થિક સ્થિતિ અને સબંધો પર ખાસ જોવા મળે છે. એવામાં આવનારો સમય કેટલીક રાશિના જાતકો માટે ખરી કસોટીનો રહેશે. તો ચાલો જાણીએ કંઈ રાશિના જાતકોને આવનારા સમયમાં સાવધ રહેવાની જરૂર છે…

મેષ (Aries Rashifal)

શનિના પ્રકોપની સૌથી વધુ અસર આ રાશિના જાતકો ઉપર પડે છે. શનિના નક્ષત્ર પરિવર્તનથી જાતકોને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં નિષ્ફળતા મળી શકે છે. નોકરિયાત વર્ગને સહકર્મીઓ સાથે મતભેદો થઈ શકે છે. ધંધાની બાબતમાં કોઈ ખોટો નિર્ણય લેવાઈ શકે છે. રોકાણની બાબતમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા જાણકારની સલાહ લેવી હિતાવહ રહેશે.

કર્ક (Cancer Rashifal)

શનિના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના જાતકોનો આવનારો સમય ખૂબ જ પડકારજનક રહેશે.પરિવારમાં તણાવ અને વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. તમારી માનસિક શાંતિ હણાઈ શકે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેતા. લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત મહેનત કરવી પડશે. ખોટા માર્ગે નાણાં ના વેડફાય તેનું ધ્યાન રાખવું પડશે. મનમાં મુંઝવણની સ્થિતિ રહેશે.

તુલા (Libra Rashifal)

શનિના પ્રભાવથી આ રાશિના જાતકોને આવનારા સમયમાં કડવા સત્યનો સામનો કરવો પડી શકે છે. વડીલો સાથે વાતચીતમાં મનભેદ વધી શકે છે. ધાર્યા કરતાં વધારે મહેનત કરવી પડશે. આવેશની ઉગ્રતા આપની સફળતા વચ્ચે આડખીલીરૂપ બની શકે છે. આત્મવિશ્વાસમાં પણ કમી આવી શકે છે. આપની ધીરજની કસોટી થતી જણાશે.

મકર (Capricorn Rashifal)

શનિનું ગોચર આ રાશિના જાતકો માટે પણ આવનારા દિવસોમાં કપરા ચઢાણ લઈને આવી રહ્યું છે. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ પરેશાન કરી મૂકશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. પરિવારમાં આકસ્મિક ખર્ચો આવી પડવાથી બજેટ ખોરવાઈ જશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે ખોટી જવાબદારીઓ વધી જશે. પૈસાની લેવડ-દેવડમાં ખૂબ જ કાળજી રાખવી હિતાવહ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.