Randhan Chhath 2024 Date: કેમ મનાવવામાં આવે છે રાંઘણ છઠ્ઠ, જાણો તેની પાછળની કહાણી

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 23 Aug 2024 01:23 PM (IST)Updated: Fri, 23 Aug 2024 01:23 PM (IST)
randhan-chhath-2024-date-time-shubh-muhurat-significance-puja-vidhi-story-and-more

Randhan Chhath 2024 Date, Time, Shubh Muhurat: રાંધણ છઠ્ઠ એ જન્માષ્ટમી અને શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે. આ વખતે રાંધણ છઠ્ઠ શ્રાવણ વદ છના દિવસે એટલે કે 24 ઓગસ્ટ 2024 અને શનિવારના દિવસે છે.

રાંઘણ છઠ્ઠનો તહેવાર શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે. શીતળા સાતમના દિવસે ઠંડું ખાવાનો રિવાજ છે. આથી દરેક ઘરમાં રાંઘણ છઠ્ઠના દિવસે અનેક વિધ વાનગીઓ અને પકવાનો બને છે. શીતળા સાતમના દિવસે મોટા ભાગના ઘરોમાં ચુલા સળગાવવામાં આવતા નથી. આથી રાંઘણ છઠ્ઠના દિવસે જ જમવાનું બનાવી લેવામાં આવે છે. જે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારમાં ખાવામાં આવે છે.

એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના મોટા ભાઈનો જન્મ રાંઘણ છઠ્ઠના દિવસે થયો હતો. મહિલાઓ પાતાના સંતાનના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ ગાયનું દુધ કે દહીંનું સેવન કરતી નથી. સાથે હળથી ખેડવામાં આવેલું કોઈપણ અનાજ કે ફળ પણ ખાતી નથી. આખો દિવસ વ્રત રાખ્યા બાદ સાંજે પૂજા-અર્ચન કરી ફળાહાર કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.