Ram Katha In Delhi:પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં તેમજ અહિંસા વિશ્વભારતી વિશ્વશાંતિ કેન્દ્રનાં સ્થાપક પ્રસિધ્ધ જૈનાચાર્ય લોકેશમુનિજીનાં માર્ગદર્શનમાં પ્રગતિ મેદાન ભારત મંડપમ્ દિલ્હીથી વિશ્વશાંતિ મિશન હેતુ માટે 971મી રામકથાનાં આરંભે દિવ્ય ઉદ્ઘાટન પ્રકલ્પ રચાયો,પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રગીતનું બે વખત ગાન કરવામાં આવ્યું.
લોકેશ મુનિજી દ્વારા સ્વાગત તેમજ આભાર તથા એનાઉન્સીંગનું કાર્ય થયું.ભારત સરકાર દ્વારા પ્રકાશિત આખી રામયાત્રાની ટપાલ ટિકિટનું અનાવરણ રામનાથ કોવિંદે કર્યું ને કહ્યું કે આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે.ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધર્મ જલ્દી કોઈથી ક્યારેય નાશ નહીં થઈ શકે કારણ કે ધર્મ એ રામ છે અને રામ દરેક ભારતીયના હૃદયમાં રહે છે. ગુરુ શરણાનંદજીએ કહ્યું બાપુ સેતુબંધના આદર્શ ઉત્તરદાયિતત્વનું વહન કરી રહ્યા છે. ગીતા મનીષીએ કહ્યું કે સનાતનની દિવ્યતા રામચરિત માનસમાં દેખાય છે.
આ પણ વાંચો
સ્વામી ચિદાનંદ સરસ્વતીએ ભારતનું સૌભાગ્ય ગણાવ્યું કે યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી મળ્યા છે જેણે ખૂબ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. દુનિયાનું સૌથી મોટું અને સૌથી ઊંચું રામમંદિર બનવા જઈ રહ્યું છે એ માહિતી પણ આપી અને ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ કથા દરેકને પોતાની સાથે જોડે છે.
અહિંસા વિશ્વ ભારતી વિશ્વ શાંતિ કેન્દ્રનાં સ્થાપક અને પ્રસિદ્ધ જૈનાચાર્ય લોકેશ મુનિજી દ્વારા આ કથા થઈ રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં અને વિશ્વ શાંતિ કેન્દ્રના આચાર્ય લોકેશ મુનિજીનાં માર્ગદર્શનમાં આ કથા થઈ છે.
વિશિષ્ટ વાત એ છે કે છેલ્લા ઘણા જ સમયથી લોકેશ મુનિજી સુપ્રસિદ્ધ ધાર્મિક,સામાજિક, ઉદ્યોગપતિઓ,તેમજ અનેક સંતો-મહંતો,કથાકારોને રૂબરૂ જઈને આ કથા માટે આમંત્રણ આપતા રહ્યા છે દિલ્હી ખાતેના પ્રખ્યાત ભારત મંડપમાં આ કથા થઈ રહી છે.
વિશિષ્ટ વાત એ છે કે છેલ્લા ઘણા જ સમયથી લોકેશ મુનિજી સુપ્રસિદ્ધ ધાર્મિક,સામાજિક, ઉદ્યોગપતિઓ,તેમજ અનેક સંતો-મહંતો,કથાકારોને રૂબરૂ જઈને આ કથા માટે આમંત્રણ આપતા રહ્યા છે દિલ્હી ખાતેના પ્રખ્યાત ભારત મંડપમાં આ કથા થઈ રહી છે.
અમેરિકા,બ્રિટન,કેનેડા સહિત વિવિધ દેશો અને ભારતના વિભિન્ન રાજ્યોમાંથી મોટી સંખ્યામાં 4 હજારથી વધારે શ્રદ્ધાળુઓ સામેલ થયા છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણજી તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ અનેક મહાનુભાવો સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા. ઉદઘાટન સમારોહ ભવ્ય જ નહીં દિવ્ય પણ બની રહ્યો.
વિશ્વ શાંતિ મિશન માટે આ રામકથાનું આયોજન થયું છે.
અહીં સામેલ અનેક સન્માનનીયમાંથી થોડાક નામ જોઈએ તો અખિલ ભારતીય અખાડા પરિષદ અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરી,પરમાર્થનિકેતન આશ્રમ અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતી,પતંજલિ આચાર્ય બાલકૃષ્ણજી,સ્થાપક સ્વામી રામદેવજી, મહામંડલેશ્વર સ્વામી બાલકાનંદ,કાર્ષ્ણિ પીઠાધીશ ગુરુ શરણાનંદજી,નિરંજન પીઠાધીશ સ્વામી કૈલાશાનંદગીરી,આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર,પતંજલિ યોગપીઠના સંસ્થાપક સ્વામી રામદેવ,રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદાસ ગીરી,આર્ષ વિદ્યામંદિર રાજકોટના સંસ્થાપક સ્વામી પરમાત્માનંદજી,આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક કવિ અને કથાકાર કુમાર વિશ્વાસ,કૃષ્ણકૃપા ધામ સંસ્થાના સ્વામી જ્ઞાનાનંદજી ગીતામનિષી,વિશ્વ જાગૃતિ મિશન સંસ્થાના સુધાંશુજી મહારાજ,સાંદિપની વિદ્યાનિકેતન સંસ્થાના સ્થાપક અને પ્રસિદ્ધ કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા,જગતગુરુ સતુઆ બાબા, વાત્સલ્ય ગ્રામ સંસ્થાના સાધ્વી ઋતંભરા દેવી,ધીરેન્દ્ર શાસ્ત્રી,પ્રદીપ મિશ્રા,ગુરુમા આનંદમૂર્તિ,દેવકીનંદન ઠાકૂર,પુંડરિક ગોસ્વામી મહારાજ,અનિરુદ્ધાચાર્ય, ચીન્મયાનંદ બાપુ,ઇન્દ્રેશ ઉપાધ્યાય,દેવી ચિત્રાંગદા, સંજીવ કૃષ્ણ ઠાકૂર,જયા કિશોરીજી વગેરેનો સમાવેશ થાય છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ કેબિનેટનો સંપૂર્ણ સહયોગ સાથે-સાથે જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ,વિવિધ રાજનેતાઓ,મુખ્યમંત્રીઓ,આધ્યાત્મિક ગુરુઓ, ઉદ્યોગપતિઓ,શિક્ષણવિદો,સમાજસેવકો,ચિંતકોને વિશેષ આમંત્રણ અપાયા છે.
