Rahu Ketu Gochar 2025: રાહુ-કેતુના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે, જાતકો અંતરાયોને પાર કરીને સફળતાની સીડી ચડશે

23 નવેમ્બરે સવારે 9:29 કલાકે રાહુ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજ સમયે કેતુ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં બીજા ભાવમાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Oct 2025 04:11 PM (IST)Updated: Fri, 24 Oct 2025 04:11 PM (IST)
rahu-ketu-nakshatra-transit-gochar-on-november-lucky-for-these-3-zodiac-sign
HIGHLIGHTS
  • 23 નવેમ્બરે છાયા ગ્રહ રાહુ-કેતુ પોતાના નક્ષત્ર બદલશે
  • 3 રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં મળશે બમ્પર સફળતા

Rahu-Ketu Gochar 2025: દિવાળી બાદ હવે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. એવામાં જ્યોતિષની દ્રષ્ટિએ આગામી નવેમ્બર-2025નો મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં રાહુ અને કેતુ બન્ને છાયા ગ્રહો પોતાનો નક્ષત્ર બદલવાના છે.

આગામી 23 નવેમ્બરના રોજ સવારે 9:29 કલાકે રાહુ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યારે આજ સમયે કેતુ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાંના ત્રીજા ભાવમાંથી બીજામાં આવશે.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને રહસ્યમયી ગ્રહ કહેવામાં આવે છે. જે અચાનક પરિવર્તન, માનસિક સ્થિતિ અને કર્મફળ સાથે સંકળાયેલા હોય છે. જો કે તેની અસર હંમેશા નકારાત્મક જ નથી હોતી. યોગ્ય દશામાં તે અણધાર્યો લાભ આપવાની સાથે જીવનમાં મોટો વળાંક પણ લાવે છે.

નવેમ્બર મહિનામાં રાહુ-કેતુનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભદાયક સિદ્ધ થવાનું છે, તો ચાલો આ ભાગ્યશાળી રાશિ કંઈ છે, તેના પર એકનજર નાંખીએ…

તુલા: આ રાશિના જાતકો માટે રાહુ-કેતુનું ગોચર કરિયર તેમજ અંગત જીવન બન્નેમાં નવા અવસર લઈને આવશે. રાહુના શતભિષા નક્ષત્રમાં પ્રવેશથી તમને નવા-નવા વિચારો આવશે.જાતકોને આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. કેતુની અસરથી પારિવારિક જીવનમાં સ્થિરતા આવશે. દામ્પત્યજીવન મધુર બનશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહે. આવડતના પ્રમાણમાં કામ મળી રહેશે.સ્ફૂર્તિથી કામ કરશો, તો સફળતા વધારે મળશે

ધન: આ રાશિના જાતકો માટે રાહુ-કેતુનું આ પરિવર્તન ભાગ્યવૃદ્ધિનો સંકેત આપે છે. રાહુ જાતકોના શિક્ષણ, પ્રવાસ અને કરિયર સાથે સંકળાયેલી બાબતોમાં લાભકારી સિદ્ધ થશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે. નોકરીમાં તાણ ઓછી થાય, મોટું પદ મળે. જ્યારે કેતુના કારણે તમારી આદ્યાત્મિક્તા અને ભક્તિ તરફ રૂચિ વધશે. જેના પરિણામે તમે માનસિક રીતે મજબૂત બનશો. આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય ફાયદેમંદ રહેશે. જૂના રોકાણ પર લાભ મળવાની શક્યતા છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે.

મકર: રાહુ અને કેતુનું ગોચર આ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થશે. એક તરફ રાહુ તમને કામકાજના સ્થળે નવી જવાબદારી આપશે, જેનાથી તમારી ઓળખ તેમજ સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન કે મોટું પદના સંકેત મળી રહ્યા છે. કેતુના કારણે પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. કુટુંબમાં કોઈ જૂના વિવાદનો નિવેડો આવી શકે છે. આર્થિક પ્રશ્નોમાં આશાનું કિરણ દેખાય. વિરોધીઓ સામે પ્રગતિ અનુભવાય

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.