Premanand Maharaj: ભગવાનનું નામ નહીં જપવાથી સાધકના જીવનમાં શું અસર થાય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સુંદર જવાબ

જ્યારે ભગવાનનું નામ યાદ નથી રહેતો, ત્યારે કરવામાં આવેલી સેવા માત્ર સાંસારિક પ્રેરણાથી કરવામાં આવે છે. જેને વાસ્તવિક ભક્તિ નથી માનવામાં આવતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Oct 2025 03:41 PM (IST)Updated: Thu, 23 Oct 2025 03:41 PM (IST)
premanand-ji-maharaj-spiritual-quotes-on-naam-jap-for-peace
HIGHLIGHTS
  • દરેક વ્યક્તિએ કોઈ પણ કામ શરૂ કરતાં પહેલા ભગવાનનું નામ અચૂક લેવું જ જોઈએ
  • ભગવાનના નામનો જપ કોઈ પણ સમયે કરી શકાય છે, પણ સવાર અને સાંજનો સમય અત્યંત શુભ

Premanand Maharaj: ભગવાનનું નામ લેવું કે ભગવાનના નામનો જપ કરવો એક ઉત્તમ આધ્યાત્મિક પ્રક્રિયા છે. આમ કરવાથી સાધકના મન અને આત્માને સાચી શાંતિ મળે છે. આ સાથે જ ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. આથી જ ભગવાનનું નામ લેવું ખૂબ જ જરૂરી છે. આમ છતાં આપણાંમાંથી ઘણાં લોકો સમયના અભાવ કે અન્ય કોઈ કારણોસર ભગવાનનું નામ લેવાનું જાણી જોઈને ટાળતા રહે છે. આવા લોકોએ પ્રેમાનંદ મહારાજ દ્વારા કહેવામાં આવેલી એક વાત પર વિચાર કરવો આવશ્યક છે.

પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે, ભગવાનનું નામ લેવું જીવનમાં શાંતિ, આનંદ અને સાચી ભક્તિનો સ્ત્રોત છે. જો કે વ્યક્તિ ભગવાનનું નામ નથી લેતો, કે ભગવાનના જપ છોડી દે છે, તો તેનું મન સંસારની બાબતોમાં ગુંચવાઈ જાય છે. આ સાથે જ તેનો અંદરથી આનંદ પણ આપોઆપ ઓછો થવા લાગે છે.

ભગવાનના નામ ના જપવાથી સેવા, ભક્તિ અને પરમ સત્યની પ્રાપ્તિમાં અડચણો આવે છે. તો ચાલો જાણીએ નિરંતર ભગવાનના નામનો જપ કરવો જીવન માટે કેમ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભગવત જ્ઞાનની પ્રાપ્તિમાં અવરોધ: ભગવાનના નામ જપવાનું છોડી દેવાથી વ્યક્તિને પરમ સત્ય અને ભગવત જ્ઞાનની પ્રાપ્તિ રોકાઈ જાય છે. નામ જપ વિના, આત્મામાં આશક્તિ અને ભક્તિનો ભાવ ઓછો થઈ જાય છે. જેના પરિણામે આદ્યાત્મિક ઉન્નતિ મુશ્કેલીમાં મૂકાય છે.

સેવા અને ભક્તિમાં કમી: જ્યારે ભગવાનનું નામ યાદ નથી રહેતો, ત્યારે કરવામાં આવેલી સેવા માત્ર સાંસારિક પ્રેરણાથી કરવામાં આવે છે. જેને વાસ્તવિક ભક્તિ નથી માનવામાં આવતી. નામ જપથી જ સેવામાં પ્રેમ અને શ્રદ્ધાનો ભાવ જન્મે છે.

નિરંતર જાપનું મહત્ત્વ: પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે, કોઈ પણ પ્રકારના પ્રતિબંધ કે પરિસ્થિતિથી ઉપર ઉઠીને નિરંતર ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ. જે જીવનમાં સાચી શાંતિ, આનંદ અને મુક્તિનો માર્ગ છે.

ભગવાનના નામ જપવાના લાભ: ભગવાનના નામ જપ કરવાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે થે. આ સાથે જ અંદરથી સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. નિયમિત નામ જપથી શરીર અને મન બન્ને શુદ્ધ થાય છે. નકારાત્મક વિચાર અને દોષ ધીમે-ધીમે સમાપ્ત થાય છે.

ભગવાનનું નામ જપતી વખતે કંઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
ભગવાનના નામનો જપ કોઈ પણ સમયે કરી શકાય છે, પરંતુ સવાર અને સાંજનો સમય નામ જપવા માટે શુભ માનવામાં આવે છે. આ સાથે કોઈ પણ પવિત્ર નામ કે ભગવાનનું નામ પુરી શ્રદ્ધા સાથે જપવામાં આવે, તો તે વધારે અસરકારક રહે છે.