Premanand Ji Maharaj: 'કર લો દુનિયા મુઠ્ઠી મેં..!' પ્રેમાનંદજી મહારાજે સફળતા માટે મહિલાઓને આપ્યા આ મંત્ર

મહારાજના વિચાર માત્ર મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનું કામ જ નથી કરતા, પરંતુ તેમને પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરણા પણ આપે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Jan 2025 07:01 PM (IST)Updated: Fri, 31 Jan 2025 07:01 PM (IST)
premanand-govind-sharan-ji-maharaj-give-success-mantra-for-women
HIGHLIGHTS
  • સ્ત્રી વિચાર અને શક્તિનું પ્રતિક છે

Premanand Ji Maharaj: આપણા પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓની સફળતાનો માર્ગ ક્યારેય પણ સરળ નથી રહ્યો, પરંતુ જ્યારે આત્મવિશ્વાસ, સાચી દિશામાં મહેનત કરવાની ધગશ અને યોગ્ય માર્ગદર્શન મળે તો અશક્ય પણ શક્ય બની શકે છે. પ્રેમાનંદજી મહારાજે મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ વાત જણાવી છે.

મહારાજના વિચાર માત્ર મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનું કામ જ નથી કરતા, પરંતુ તેમને પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરણા પણ આપે છે. તો ચાલો જાણીએ, પ્રેમાનંદજી મહારાજે મહિલાઓને સફળતા માટે ક્યા ખાસ મંત્ર આપ્યા છે, જે દરેક મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે.

પ્રેમાનંદજી મહારાજનું માનવું છે કે,

  • સ્ત્રી વિચાર અને શક્તિનું પ્રતિક છે, જે સમાજને નવી દિશા ચિંધવાની તાકાત ધરાવે છે. મહિલાઓ જ્યારે પણ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે છે, ત્યારે તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ હોય છે.
  • એક સશક્ત મહિલા જ પરિવાર અને સમાજને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે.
  • માત્ર મહિલાઓએ જ નહીં, પરંતુ સમાજના દરેક વ્યક્તિએ મહિલાઓનું સમ્માન કરવું જોઈએ, કારણ કે તે સમગ્ર સમાજની જવાબદારી છે.
  • એક શિક્ષિત અને આત્મવિશ્વાસી મહિલા જ પોતાની શક્તિ ઓળખી શકે છે અને પોતાની જિંદગીને બહેતર બનાવી શકે છે.
  • જે મહિલાઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રખર પુરુષાર્થ કરે છે, તે સફળતા મેળવીને ઈતિહાસ રચે છે.
  • મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન તકો મળવી જોઈએ, જેથી તે પોતાના કાર્યોમાં સફળતા હાંસલ કરી શકે.