Phool Kajali Vrat 2025: ફુલ કાજળી વ્રત ક્યારે છે? જાણો કેમ ઉજવવામાં આવે છે

શ્રાવણ માસની શરૂઆતમાં આવતું વ્રત એટલે ફુલ કાજળી વ્રત. આવો આજે જાણીએ કે ફુલ કાજળી વ્રત ક્યારે છે અને તેનું શું મહત્વ છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 07 Jul 2025 12:53 PM (IST)Updated: Mon, 07 Jul 2025 04:49 PM (IST)
phool-kajali-vrat-2025-date-time-katha-importance-benefits-significance
HIGHLIGHTS
  • ફુલ કાજળી વ્રત કુંવારી કન્યાઓ સારા પતિ મેળવવા માટે કરે છે.
  • પરિણીત સ્ત્રીઓ પણ પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખ-શાંતિ માટે આ વ્રત કરે છે.
  • આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજી સાથે લગ્ન કરવા માટે કર્યું હતું.

Phool Kajali Vrat 2025: ભોળાનાથનો પ્રિય મહિનો અટલે શ્રાવણ મહિનો. 25 જુલાઈ 2025ના રોજ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં અનેક ઉત્સવો અને વ્રત આવે છે. શ્રાવણ માસની શરૂઆતમાં આવતું વ્રત એટલે ફુલ કાજળી વ્રત. આવો આજે જાણીએ કે ફુલ કાજળી વ્રત ક્યારે છે અને તેનું શું મહત્વ છે.

ફુલ કાજળીનું વ્રત ક્યારે છે?

શ્રાવણ સુદ 3 ના દિવસે ફુલ કાજળીનું વ્રત ઉજવવામાં આવે છે. આ વર્ષે ફુલ કાજળીનું વ્રત 27 જુલાઈ 2025ના રોજ છે. આ દિવસે મઘા નક્ષત્ર છે અને ચંદ્ર સિંહ રાશિમાં છે.

ફુલ કાજળી વ્રત કેમ કરવામાં આવે છે?

ફુલ કાજળીનું વ્રત કુંવારીકાઓ સારા પતિ માટે કરે છે. આ દિવસે કન્યાઓ વ્રત રાખે છે. અને ફુલને સૂંઘીને જ પાણી કે ફળ, ફરાળ અને પાણી પીવે છે. પરિણીત સ્ત્રીઓ પણ પતિના દીર્ઘાયું અને પરિવારની સુખ-શાંતિ માટે આ વ્રત કરે છે. સૌ પ્રથમ પાર્વતીએ શિવજી સાથે લગ્ન કરવા માટે આ વ્રત કર્યું હતું. આ દિવસે શિવ-પાર્વતીની પૂજા સાથે ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. સાંજે ગાય માતાની પણ પૂજા કરાય છે અને રાત્રે જાગરણ કરાય છે. કન્યાઓ વ્રતના પાંચ વર્ષ પછી તેનું ઉજવણું કરે છે. અને પાંચ ગોરણીઓને જમાડી યથાશક્તિ દાન આપે છે.