Navpancham Yog 2026: શુક્ર-ચંદ્ર વચ્ચે બનતા નવપંચમ યોગથી 3 રાશિઓનો બેડો પાર, જાતકોને પ્રયત્નોનું ધાર્યું પરિણામ મળશે

8 જૂનથી ભાગ્યનો ભરપુર સાથ મળવાથી 3 રાશિના જાતકોને ધન, સંપત્તિ અને ખ્યાતિમાં મળશે અપાર સફળતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 07:55 PM (IST)Updated: Fri, 05 Jun 2026 07:57 PM (IST)
navapancham-yoga-formed-between-venus-and-moon-will-cross-the-line-of-3-zodiac-signs
HIGHLIGHTS
  • વૃષભ, કર્ક અને મીન રાશિ માટે નવપંચમ યોગ ફળદાયી નીવડશે

Navpancham Yog 2026: આગામી 8 જૂન સોમવારના રોજ બે શુભ ગ્રહો એટલે કે પ્રેમ-સુખના કારક શુક્ર અને મનના કારક ચંદ્ર વચ્ચે નવપંચમ યોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે એટલે કે 8 જૂને સાંજે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરશે, જ્યારે રાતે ચંદ્ર ચંદ્ર મીન રાશિમાં ગોચર કરશે.

આવી સ્થિતિમાં શુક્ર અને ચંદ્રની યુતિથી અત્યંત શક્તિશાળી નવપંચમ યોગનું નિર્માણ થશે. જે ખાસ કરીને 3 રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થશે. જેમાં જાતકોને કરિયરની દ્રષ્ટિએ તેમજ આર્થિક બાબતોમાં સારા પરિણામો મળશે.

વૃષભ (Taurus Rashifal):

આ રાશિના જાતકો માટે નવપંચમ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરીમાં તાણ ઓછી થાય, મોટું પદ મળી શકે છે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. શુક્ર-ચંદ્રની અસરથી પ્રેમસબંધમાં પ્રગતિ થાય. અટકેલા કે ફસાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે.

કર્ક (Cancer Rashifal)

શુક્રનું ગોચર કર્ક રાશિમાં થઈ રહ્યું હોવાથી, આ રાશિના જાતકોની કિસ્મત સોના જેમ ચમકવાની છે. ભાગ્યનો સાથ મળતા જાતકો હારેલી બાજીને જીતમાં ફેરવી શકશે. તમારી અધુરી ઈચ્છાઓ પુરી થવાના યોગ બની રહ્યા છે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થતા જણાય.ધંધા-વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભદાયી નીવડશે.

મીન (Pisces Rashifal)

આ રાશિમાં ચંદ્ર ગોચર કરવાનો હોવાથી કર્કની માફક મીન રાશિના જાતકો માટે પણ નવપંચમ યોગ વરદાનરૂપ રહેશે. જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા, તેમને સફળતા મળવાના યોગ છે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. અવરોધોને પાર કરી શકશો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.