Vastu Tips For Plants: ઘરનું વાસ્તુ બગાડતા ત્રણ છોડ ભૂલથી પણ કોઈને ગિફ્ટમાં ના આપશો

મની પ્લાન્ટ કોઈને ગિફ્ટ આપશો, તો આપણા ઘરની પોઝિટિવ એનર્જી અને વૈભવ બીજાના ઘરમાં જતી રહે છે. જેના પરિણામે આપણે ધન હાનિનો સામનો કરવો પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 05:38 PM (IST)Updated: Fri, 05 Jun 2026 05:38 PM (IST)
vastu-tips-in-for-plants-do-not-give-three-plants-as-gifts-to-anyone
HIGHLIGHTS
  • ઘરમાં રાખેલા છોડ કોઈ બીજાને ગિફ્ટ તરીકે આપવા અશુભ

Vastu Tips For Plants: છેલ્લા થોડા વર્ષોથી કોઈ પણ પ્રસંગે નિકટના સ્વજન કે મિત્રોને ભેટ સ્વરૂપે છોડ આપવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આટલું જ નહીં, આજના સમયમાં ફૂલ-છોડ માત્ર ઘરની સજાવટનો હિસ્સો બનીને નથી રહી ગયા, પરંતુ તે આપણા ઘરના વાસ્તુને પણ બદલી શકે છે.

આપણા ઘરમાં આપણે અનેક પ્રકારના છોડ વાવીએ છીએ, જેથી ઘરનું વાતાવરણ સકારાત્મક બની રહે. ઘણી વખત તો લોકો પોતાના ઘરમાં રહેલો છોડ પણ કોઈને ગિફ્ટમાં આપી દેતા હોય છે. જો કે આવા છોડ કોઈ બીજાને ગિફ્ટ તરીકે આપવા અશુભ મનાય છે. જેનાથી ઘરનું વાતાવરણ અને શાંતિ ડહોળાઈ જાય છે.

આ સંદર્ભે જ્યોતિર્વિદ પંડિત રમેશ ભોજરાજ દ્વિવેદી પાસેથી જાણીએ કે, ઘરમાં ક્યા છોડ રાખવા જોઈએ અને ક્યા છોડ કોઈને ગિફ્ટમાં ના આપવા જોઈએ…

કાંટાદાર છોડ: આપણે ઘરમાં સજાવટ માટે કેટલાક એવા છોડ રાખીએ છીએ, જે કાંટાળા હોય છે. અન્ય છોડ કરતાં અલગ દેખાતા આવા કાંટાદાર છોડ તમે તમારી ઑફિસમાં પણ રાખી શકો છો, પરંતુ ક્યારેય આવા છોડ કોઈને ભેટમાં ના આપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, કાંટાદાર છોડ કોઈને ગિફ્ટ આપવાથી તમારી અને સામીની વ્યક્તિ બન્નેનું વાસ્તુ બગડે છે.

પાનનો છોડઃ પાનના પત્તાનો ઉપયોગ મોટાભાગ પૂજા-પાઠ અને હવન જેવા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ છોડ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આટલું જ નહીં, પાનનો છોડ ધનની દેવી લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય છે.

જો તમે લક્ષ્મી માતાની પૂજામાં પાન ચડાવો છો, તો તેનાથી ઘરમાં ખુશહાલી આવે છે. જેનાથી વિપરિત જો કોઈએ ગિફ્ટમાં પાનનો છોડ આપશો, તો તે તમારા અને સામેની વ્યક્તિ એમ બન્ને માટે શુભ નથી માનવામાં આવતું.

મની પ્લાન્ટઃ મની પ્લાન્ટને સામાન્ય રીતે ધન અને સમૃદ્ધિના કારક છોડ માનવામાં આવે છે. મોટાભાગે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટનો છોડ અચૂક રાખતા હોય છે. એવું કહેવાય છે કે, મની પ્લાન્ટનો છોડ કોઈ બીજાના ઘરેથી લાવીને આપણાં ઘરમાં ઉગાડવો જોઈએ.

એવામાં જો કોઈને ગિફ્ટમાં છોડ આપવાની વાત આવે, તો ભૂલથી પણ મની પ્લાન્ટ ના આપવો જોઈએ. આમ કરવાથી ઘરની પોઝિટિવ એનર્જી અને વૈભવ બીજાના ઘરમાં જોઈ શકે છે અને તમારે ધન હાનિનો સામનો કરવો પડી શકે છે.

જો તમે પણ અહીં દર્શાવેલા છોડ કોઈને ગિફ્ટમાં આપવાનું વિચારી રહ્યા હોવ, તો અહીં જણાવેલી બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો.