Mangal Shani Yuti: મંગળ-શનિ સાથે આવતા 3 રાશિનો કપરો કાળ શરૂ, જાતકોની બનેલી બાજી બગડશે; સબંધોમાં સ્વાર્થના દર્શન થશે

2 એપ્રિલના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યા પહેલાથી જ શનિ બિરાજમાન હોવાથી મીન રાશિમાં પરાક્રમ અને ન્યાયના દેવતાની યુતિથી દ્વંદ્વ યોગનું નિર્માણ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Feb 2026 04:17 PM (IST)Updated: Sun, 15 Feb 2026 04:17 PM (IST)
mangal-shani-yuti-2026-mars-saturn-conjunction-may-affect-these-3-zodiac-signs
HIGHLIGHTS
  • આગામી 23મી માર્ચે મંગળ ગ્રહ શનિની રાશિ કુંભમાં ગોચર કરશે

Mangal Shani Yuti 2026: જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ અને શનિ બન્ને ગ્રહોની ગણના આક્રમક ગ્રહો તરીકે થાય છે. એક તરફ મંગળને પરાક્રમ અને વીરતાને કારક માનવામાં આવે છે, તો બીજી તરફ ન્યાયના દેવતા શનિને ગ્રહોના દંડાધિકારી માનવામાં આવે છે. આ બન્ને ગ્રહોનો જાતકની કુંડળીમાં ચોક્કસ સ્થાન હોય છે.

જ્યારે પણ મંગળ અને શનિ જેવા આક્રમક ગ્રહોની ચાલ બદલાય, તો તેની અસર દેશ-દુનિયા સહિત તમામ 12 રાશિના જાતકો પર પડતી હોય છે. આવી જ રીતે મંગળ અને શનિ ગ્રહ એકસાથે આવે છે, તો કેટલીક રાશિના જાતકોના જીવનમાં મોટી ઉથલ-પાથલ કરે છે.

મંગળ અને શનિ ગ્રહ મળીને બનાવશે દ્વંદ્વ યોગ
આગામી 23 માર્ચે મંગળ ગ્રહ શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં 10 દિવસ રહ્યા બાદ 2જી એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી જ શનિ બિરાજમાન છે. એવામાં મીન રાશિમાં શનિ અને મંગળની યુતિથી દ્વંદ્વ યોગનું નિર્માણ થશે.

જ્યોતિષિઓનું માનીએ તો, આ ભયંગર દ્વંદ્વ યોગ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ભારે તબાહી મચાવી શકે છે. આ રાશિના જાતકોએ આર્થિક નુકસાન વેઠવાની તૈયારી રાખવી પડશે.

આગામી 11 મેના રોજ જ્યારે મંગળ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરશે, તે પછી જ આ રાશિના જાતકોને રાહત મળશે. તો ચાલો જાણીએ કંઈ છે આ અનલકી રાશિ અને દ્વંદ્વ યોગથી તેમના જીવનમાં કેવી મુશ્કેલીઓ આવશે?

મિથુન (Gemini Rashifal)

મંગળ અને શનિની યુતિથી બનતો દ્વંદ્વ યોગ આ રાશિના જાતકો માટે ભારે કષ્ટદાયક નીવડી શકે છે. જાતકોનો ક્રોધ અને અહંકાર સાતમા આસમાને પહોંચશે, જેના પરિણામે હાથમાં આવેલી તક હાથતાળી આપીને જતી રહેશે. કોઈને ઉછીના પૈસા આપતા સાવચેતી રાખવી હિતાવહ રહેશે. દામ્પત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે તણખા ઝરશે. નવા-નવા વૈવાહિક જીવનમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખવું. અણધાર્યા ખર્ચા આવી પડતાં બજેટ ખોરવાઈ શકે છે.

ધન (Sagittarius Rashifal)

આ રાશિના જાતકો માટે પણ મંગળ-શનિનો યોગ અશુભ માનવામાં આવી રહ્યો છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેશો, નહીંતર પસ્તાવા સિવાય કશું હાથમાં નહીં આવે. સ્વજનો સાથે સબંધ બગડશે. લાભની આશા દૂર ઠેલાતી લાગે. જીવનમાંથી સુખ-શાંતિ હણાઈ જશે. તમારી ધીરજની કસોટી થઈ રહી હોય તેમ અનુભવાશે. પારિવારિક સબંધોમાં સ્વાર્થના દર્શન થશે. હિતશત્રુઓથી બચીને રહેવું હિતાવહ રહેશે.

મીન (Pisces Rashifal)

મીન રાશિમાં જ મંગળ-શનિની યુતિ બનવા જઈ રહી હોવાથી, આ રાશિના જાતકો પર તેની સૌથી વધારે ખતરનાક અસર જોવા મળશે. જાતકોને વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ઘરના વડીલો સાથે વાતચીતમાં મનભેદ વધી શકે છે. નવા રોકાણો માટે રાહ જોવામાં જ સમજદારી સમજવી. જાતકોને જોયેલું કોઈ સ્વપ્ન તૂટી જતું જણાશે. દામ્પત્ય જીવનમાં મનદુખના પ્રસંગો બનશે. અપેક્ષાઓ અધુરી રહેતી લાગશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.