Mahashivratri Special, Shivling Puja Tips: ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના ઉત્સવને મહાશિવરાત્રીના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે શિવાલયોમાં શિવલિંગ પર જળાભિષેક કરવાનું આગવું મહત્ત્વ છે.
આમ પણ આપણામાંથી ઘણાં લોકો શિવજીના દિવસ એટલે કે દર સોમવારે શિવલિંગ પર જળ ચડાવતા જ હશે. જો કે મહાદેવના મંદિરથી પરત ફરતી વખતે 90 ટકા લોકો એક સામાન્ય ભૂલ તો અચૂક કરતા જ હશે. જેના કારણે તેમના પર ભગવાન શિવની કૃપાળુ દ્રષ્ટિ નથી રહેતી.
વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે, શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ ખાલી લોટાને ક્યારેય ઘરમાં ના લાવવો જોઈએ. જેની પાછળ માત્ર પરંપરા જ નથી, પરંતુ ઊંડો આદ્યાત્મિક અર્થ છૂપાયો છે.
આવું કેમ કહેવામાં આવે છે અને તેનું શું મહત્ત્વ છે? તમારા આ તમામ પ્રશ્નોના જવાબ મહાશિવરાત્રીના પાવન પર્વે એસ્ટ્રોલૉજર સિદ્ધાર્થ એસ કુમાર પાસેથી જાણીએ …
ભગવાન શિવની કૃપા ઘર સુધી સાથે આવશે Mahadev Blessings Rituals
શિવલિંગ પર જળ ચડાવવું એક માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ ઉર્જાના આદાન-પ્રદાનની સુક્ષ્મ પ્રક્રિયા માનવામાં આવે છે. જ્યારે ભક્ત શ્રદ્ધા અને સંકલ્પ સાથે શિવલિંગ પર જળાભિષેક કરે છે, ત્યારે તે જળ તેના મન, ભાવનાઓ અને કામનાઓની ઉર્જાને પોતાની અંદર આવરી લે છે. શિવ તત્વના સંપર્કમાં આવ્યા બાદ આ જળ સકારાત્મક અને સાત્વિક ઉર્જાથી ભરાઈ જાય છે.
આજ કારણોસર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, શિવલિંગ પર અભિષેક બાદ જળનો લોટો ક્યારેય ખાલી ઘરે ના લાવવો જોઈએ. એવી માન્યતા છે કે, ખાલી લોટો ઘરે લાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તૂટી જાય છે. આથી લોટામાં થોડું પાણી અથવા પ્રસાદ રાખીને લાવવાથી શિવ કૃપા, શાંતિ અને સમૃદ્ધિ છેક ઘર સુધી સાથે આવે છે.
શિવલિંગ પર અભિષેક સમયે જળ માત્ર જળ નથી રહેતું, પરંતુ તે તમારી પ્રાર્થના, તમારી માનસિક સ્થિતિ અને તમારી કામનાને ધારણ કરે છે. શિવલિંગના સંપર્કમાં આવ્યા બાદ આ લોટો એક પ્રકારે ઉર્જા વાહક બની જાય છે. જો આ લોટોને ખાલીખમ ઘરમાં લાવવામાં આવે તો તેને અધૂરી ઉર્જા માનવામાં આવે છે.
ખાલી લોટો ઘરે લાવવાથી શું થાય? Lord Shiva Worship Tips
વૈદિક દ્રષ્ટિએ ખાલી લોટો શૂન્યતાનું પ્રતિક છે. જ્યારે અભિષેક બાદ આ લોટો ખાલી કરીને ઘરે લાવવામાં આવે, તો તે સંકેત આપે છે કે, તમે સંકલ્પ તો કર્યો, પરંતુ તે પૂર્ણ સુધી નથી પહોંચ્યો. એવું માનવામાં આવે છે કે, ખાલી લોટો ઘરે લાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થવામાં વિલંબ, માનસિક અસ્થિરતા અને વારંવાર કામમાં અવરોધ જેવા સંકેત સ્પષ્ટ જોવા મળી શકે છે.
લોટાને ક્યારેય આખો ખાલી ના કરશો Shivling Puja Tips
વૈદિક પરંપરામાં આ સંકેતનો સંતુલિત અને સુરક્ષિત સમાધાન દર્શાવવામાં આવ્યું છે. જેથી સંકલ્પ અધૂરો ના રહે અને ભગવાની શિવની કૃપા પણ વરસતી રહે. જો જળાભિષેક બાદ લોટો ઘરે લઈ જવાનો હોય, તો તેને આખો ખાલી ના કરશો. લોટામાં થોડું પાણી અચૂક રાખજો. આ પાણી શિવ યુક્ત માનવામાં આવે છે.
આ ઉપરાંત ખાલી લોટાને ઘરે લાવતા પહેલા તેમાં એક બિલ્વ પત્ર અથવા એકાદ તુલસીના પત્તા નાંખી દો. જે લોટાની ઉર્જાને જાળવી રાખે છે અને નેગેટિવ એનર્જીથી બચાવે છે.
ઘરે આવીને લોટાનું શું કરવું Jalabhishek Spiritual Meaning
મહાદેવ મંદિરથી ઘરે આવ્યા બાદ પણ લોટામાં રહેલા જળને પવિત્ર છોડના મૂળમાં અર્પણ કરો અથવા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર થોડો છંટકાવ કરી દો. ખાસ આ જળને ગટરમાં ના વહાવશો. જે બાદ ખાલી લોટોના વ્યવસ્થિત ધોઈને મંદિરમાં અલગ જગ્યાએ રાખી દો. આજ દિવસે તેને બીજા ઉપયોગમાં ના લેશો. લોટાને ઘરે લાવ્યા બાદ પણ મનમાં એવો ભાવ રાખો કે, મારી પૂજા અને સંકલ્પ શિવ ચરણોમાં પૂર્ણ થયો.
