મહાશિવરાત્રી 19 વર્ષ બાદ લક્ષ્મી નારાયણ યોગ બનશેઃ 5 રાશિ પર શિવજીની સાથે લક્ષ્મીજીની મહાકૃપા શરૂ, જાતકો સડસડાટ સફળતાની સીડી ચડશે

મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરનારાઓના લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ આપોઆપ દૂર થાય છે. યોગ્ય જીવનસાથી મેળવવાની ઈચ્છા રાખનારા માટે આ દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ મનાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Feb 2026 04:49 PM (IST)Updated: Sat, 14 Feb 2026 04:49 PM (IST)
mahashivratri-2026-lakshmi-narayan-yoga-after-19-years-5-zodiac-signs-get-massive-blessings
HIGHLIGHTS
  • મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં બુધાદિત્ય, શુક્રાદિત્ય અને લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે

Lakshmi Narayan Yog 2026: સનાતન ધર્મમાં ઉજવાતા મુખ્ય તહેવારો પૈકી એક મહાશિવરાત્રિ (Mahashivratri 2026) વર્ષમાં એકવાર જ આવે છે, જે હિન્દુ પંચાગ પ્રમાણે દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ મનાવવામાં આવે છે. શિવ ભક્તો માટે મહાશિવરાત્રીનો પર્વ એક મોટો તહેવાર છે, જેની તેઓ આખુ વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ દિવસે દેવાના દેવ મહાદેવની વિધિવત પૂજા કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે ભગવન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. મહાશિવરાત્રી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્ત્વ ધરાવે છે, પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ ગ્રહોની ચાલની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાનો છે.

19 વર્ષ બાદ કુંભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનો દુર્લભ સંયોગ બનશે (Lakshmi Narayan Yog 2026)

આ વર્ષે 15 ફેબ્રુઆરીએ રવિવારના રોજ મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. આ દિવસે કુંભ રાશિમાં સૂર્ય અને રાહુ એકવાર ફરીથી ગોચર કરશે. જ્યારે બુધ અને શુક્ર પણ 15 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં સાથે-સાથે જ રહેશે. જેના પગલે મહાશિવરાત્રિ પર્વ પર શુક્ર અને બુધની યુતિ થવાથી મહાલક્ષ્મી યોગ બનવાનો છે.

મહાશિવરાત્રીએ શિવ ભક્તો પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસશે. આ પર્વ પર રાહુ શાંતિ અને કાલસર્પ દોષ શાંતિ કરાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે મહાશિવરાત્રી પર લક્ષ્મીનારાયણ યોગ બનવાથી શિવજીના ભક્તોને ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાનો શુભ લાભ પ્રાપ્ત થશે.

એવામાં શિવજીની પૂજા કરવાથી જાતકો ગ્રહોની અશુભ અસરથી બચી જશે. આ સાથે જ લક્ષ્મી માતાના કૃપા પ્રાપ્ત થવાથી આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ બનશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ જેની કિસ્મત મહાશિવરાત્રી પર્વથી સોનાની જેમ ચમકવા લાગશે…

મેષ (Aries Rashifal)

આ રાશિના 11માં ભાવમાં બુધ અને શુક્રની યુતિ બનવાની છે. એવામાં આ દુર્લભ સંયોગ જાતકોને આકસ્મિક ધનલાભ આપનારો નીવડશે. મહાદેવની કૃપાથી જાતકોને આવકના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વડીલો તરફથી પુરતો સહયોગ મળી રહેશે. વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થવા માંડશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય.

વૃષભ (Taurus Rashifal)

આ રાશિના 10માં ભાવમાં બનતી દુર્લભ યુતિથી જાતકોને નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાશે. કરિયરમાં પ્રગતિ થાય. કાનૂની ગૂંચમાં ઉકેલ મળશે.નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે.લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળશે.ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ માટે નવી દિશા મળશે. વિરોધીઓ સામે પ્રગતિ અનુભવાશે. કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળશે.

મિથુન (Gemini Rashifal)

આ રાશિના નવમાં ભાવમાં લક્ષ્મી નારાયણ યોગ બનવો જાતકો માટે ભાગ્ય વૃદ્ધિની તક લઈને આવશે. ભાગ્યના સથવારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો.દામ્પત્યજીવનમાં સુખના પ્રસંગો આવશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય.મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. નોકરી-ધંધામાં કલ્પના બહારની સફળતા મળતા આનંદ પ્રાપ્ત થાય. આર્થિક નવા માર્ગો મળતા જણાશે. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે.

સિંહ (Leo Rashifal)

મહાશિવરાત્રી પર્વ પર કુંભ રાશિમાં બનતો લક્ષ્મી નારાયણ યોગનો દુર્લભ સંયોગ આ રાશિના સપ્તમ ભાવમાં થશે. જેના પરિણામે પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય.અંગત સમસ્યાનું નિરાકરણ જલ્દી આવશે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકશે.આપની કોઈ શંકાનું સમાધાન થતું જણાશે. મનના મનોરથ સફળ થતાં જણાશે. સામાજિક કાર્યો સફળતાપૂર્વક પૂરા થાય.

તુલા (Libra Rashifal)

લક્ષ્મી નારાયણ યોગનો સંયોગ આ રાશિના પંચમ ભાવમાં બનશે. જેની અસરથી જાતકોને ભાગ્યનો ભરપુર સાથ મળશે. બુદ્ધિ અને તર્કથી નાણાકીય પ્રશ્નોનું નિરાકરણ આવશે. મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકાશે. સંતાનોની સમસ્યા ઉકેલાય અને પ્રગતિ થાય. ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.