Mangal Gochar 2026: એક સપ્તાહ બાદ જૂન મહિનો શરૂ થઈ જશે, જે ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હકીકતમાં એક મહિના બાદ એટલે કે 21 જૂનના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં ગોચર કરશે.
જાતકને હિંમત અને આગળ વધવાનું બળ પુરુ પાડનાર મંગળ ગ્રહ આશરે 45 દિવસમાં રાશિ બદલે છે, પરંતુ વક્રી અવસ્થા દરમિયાન આ સમય બદલાઈ પણ શકે છે. આજથી 10 દિવસ પૂર્વે એટલે કે 11 મેના રોજ મંગળએ મીન રાશિમાંથી નીકળીને પોતાની સ્વ-રાશિ મેષમાં ગોચર કર્યું છે, જ્યાં તે આગામી 21 જૂન સુધી બિરાજમાન રહેશે.
જે બાદ 21 જૂને સવારે 12:07 કલાકે મંગળ ગ્રહ મેષમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને અગ્નિ તત્વના કારક માનવામાં આવે છે. આથી મંગળના ગોચરના અશુભ પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો કંઈ છે આ રાશિઓ અને મંગળના અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો વિશે વિગતવાર જાણીએ…
સિંહ (Leo Rashifal)
મંગળનું ગોચર તમારા જીવનમાં આર્થિક તકલીફો લઈને આવી રહ્યું છે. તમારા પૈસા ક્યાંક ફસાઈ શકે છે. વડીલો અને જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરશો. કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થવાનો પ્રસંગ બનશે
ઉપાયઃ મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે નિયમિત હનુમાનજીની પૂજા કરો.
ધન (Sagittarius Rashifal)
આ સમય દરમિયાન સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે, તેવો બનાવ બની શકે છે. નિકટના સ્વજનો સાથે સબંધો વણસી શકે છે. આર્થિક દ્રષ્ટિએ ઉતાર-ચઢાવ રહેશે. બને ત્યાં સુધી પ્રવાસ ટાળવો. કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થવાનો પ્રસંગ બનશે
ઉપાયઃ મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે નિયમિત લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ
કુંભ (Aquarius Rashifal)
આવનારો સમય તમારી ચિંતા વધારનારો રહેવાનો છે. જેના કારણે તમારો સ્વભાવ ચિડિયો થઈ શકે છે. ક્રોધને કાબૂમાં રાખજો, નહીંતર કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખો, નહીંતર તમારું કામ બરબાદ થઈ શકે છે.
ઉપાયઃ મંગળવારના દિવસે ઉપવાસ કરવો અને ગણપતિની પૂજા કરવી
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
