Mangal Gochar 2026: 21 જૂને શુક્રના ઘરમાં મંગળનો પ્રવેશ, 5 રાશિઓ માટે 'કુબેર'નો ખજાનો ખુલવાના સંકેત

21 જૂન રાતે 12:07 કલાકે મંગળ દેવ પોતાની સ્વ-રાશિ મેષમાંથી નીકળીને ધન, ભૌતિક સુખના કારક મનાતા શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Jun 2026 07:00 AM (IST)Updated: Sun, 14 Jun 2026 07:00 AM (IST)
mangal-gochar-2026-these-5-zodiac-signs-get-lucky-from-21st-june
HIGHLIGHTS
  • વૃષભ, કર્ક, સિંહ, વૃશ્વિક, મીન રાશિના જાતકોને રોકડો ફાયદો અને કરિયરમાં મોટો ઉછાળો

Mangal Gochar 2026: ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ ગ્રહનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આગામી 21 જૂન રાતે 12:07 કલાકે મંગળ દેવ પોતાની સ્વ-રાશિ મેષમાંથી નીકળીને ધન, ભૌતિક સુખના કારક મનાતા શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે.

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને અગ્નિ, ઉર્જા અને સાહસના કારક માનવામાં આવે છે, જ્યારે શુક્રને વૈભવ, ઐશ્વર્ય અને ધનનું પ્રતિક મનાય છે. એવામાં જ્યારે ઉર્જાના કારક મંગળનું મિલન વૈભવના સ્વામી શુક્રના ઘર એટલે કે વૃષભમાં થવાનું છે. જે બ્રહ્માંડમાં એક અદ્દભૂત ધન અને સમૃદ્ધિનો યોગ બનાવશે.

શુક્રની રાશિમાં મંગળનો પ્રવેશ 5 રાશિના જાતકો માટે સોનેરી સમય લઈને આવવાનો છે. આ ગાળા દરમિયાન જાતકોને આકસ્મિક ધનલાભના યોગ બનવાના છે.

  • વૃષભ (Taurus Rashifal): મંગળનું ગોચર તમારી રાશિના લગ્ન ભાવમાં થવા જઈ રહ્યું છે. શુક્રના આ ઘરમાં મંગળનો પ્રવેશ આ રાશિના જાતકો માટે કોઈ વરદાનથી કમ નહીં હોય. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. મકાન કે વાહન ખરીદીના યોગ બની રહ્યા છે. રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જે ભવિષ્યમાં તમને ફળદાયી રહેશે. વર્ષોથી અટકેલા નાણાં પરત મળી શકે છે.
  • કર્ક (Cancer Rashifal): આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર અગિયારમાં અર્થાત આવકના ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના પરિણામે જાતકોને આવકના નવા માર્ગો મળી રહેશે. આકસ્મિક ધન લાભ થશે, જેનાથી બેંક બેલેન્સમાં ઝડપથી વધારો થશે. નોકરિયાત વર્ગને પગાર વધારો અને પ્રમોશનના સમાચાર મળી શકે છે.
  • સિંહ (Leo Rashifal): આ રાશિના જાતકો માટે મંગળ દેવ દસમા અર્થાત કર્મના ભાવમાં ગોચર કરશે. જેના કારણે તે વધારે શક્તિશાળી થઈ જશે. શુક્ર-મંગળની આ યુતિ તમને ધંધામાં ચમત્કારિક સફળતા અપાવશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે માન-સન્માન મળશે અને તેમના કામની સરાહના થશે.
  • વૃશ્વિક (Scorpio Rashifal): મંગળ તમારી જ રાશિના સ્વામિ છે, જે સાતમા ભાવ એટલે કે લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જેના પરિણામે પૈતૃક સંપત્તિ કે જૂના મિલકત સબંધી વિવાદોનો અંત આવશે અને મોટો આર્થિક લાભ મેળવી શકશો. જો ભાગીદારીમાં ધંધો કરતા હોવ, તો આ સમયે તમને કોઈ મોટી ડીલ મળશે, જે ભવિષ્યમાં તમારી તિજોરી ધનથી છલકાવી દેશે.
  • મીન (Pisces Rashifal): આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ત્રીજા ભાવ અર્થાત સાહસના ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. તમે જૂના દેવામાંથી બહાર આવી શકશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધારે મજબૂત બનશે. વડીલોનો સાથ સહકાર મળી રહેશે. તમારો આત્મવિશ્વાસ બુલંદ બનશે.

ખાસ ઉપાયઃ મંગળ-શુક્રના આ ગોચર કાળથી આર્થિક સ્થિતિને વધારે સમૃદ્ધ બનાવવા માટે દર મંગળવારે હનુમાનજીને ચોલા ચડાવવા જોઈએ. આ સાથે જ શુક્રવારના રોજ ધનની દેવી લક્ષ્મી માતાની કપૂરથી આરતી કરવી જોઈએ.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.