Mangal Gochar: માર્ચ મહિનો 3 રાશિ માટે મંગલકારી રહેશે, ગ્રહોના સેનાપતિના ડબલ ગોચરથી જાતકોને ખુશીઓનો ખજાનો હાથ લાગશે

આગામી 3 માર્ચે ગ્રહોના સેનાપતિ મંગળ કુંભ રાશિમાં રહીને શત્તભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાંથી 20 માર્ચે નીકળીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Feb 2026 06:30 PM (IST)Updated: Tue, 10 Feb 2026 06:30 PM (IST)
mangal-double-gochar-2026-these-3-zodiac-signs-will-get-massive-success-and-luck
HIGHLIGHTS
  • 23 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ મકરમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે

Mars transit 2026, Mangal Gochar: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ આવનારો સમય ખૂબ જ ખાસ રહેવાનો છે. આગામી 23 ફેબ્રુઆરીએ ગ્રહોના સેનાપતિ મંગળ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરવાના છે. આ રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય અને રાહુ પહેલાથી જ બિરાજમાન છે. આ સિવાય મંગળ આવતા મહિને પણ ખાસ સ્થિતિ સર્જવા જઈ રહ્યા છે.

આગામી 3 માર્ચ, 2026ના રોજ રાતે 11:02 મિનિટે મંગળ ગ્રહ કુંભ રાશિમાં રહીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં તે 20 માર્ચ સુધી રહેશે. આમ એક જ રાશિમાં રહીને બે વાર નક્ષત્ર પરિવર્તન કરવાની સ્થિતિને મંગળનું ડબલ ગોચર ગણવામાં આવે છે.

Shukra Nakshatra Gochar 2026: રાહુના નક્ષત્રમાં શુક્રની એન્ટ્રીથી 5 રાશિને લાગશે લૉટરી, જાતકોને 'લવ, લક અને લક્ઝરી' જોઈએ તે બધું જ મળશે

જે બાદ 20 માર્ચ, 2026ના રોજ રાતે 9:29 મિનિટે મંગળ ગ્રહ શતભિષા નક્ષત્રમાંથી નીકળીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહને સાહસ, શક્તિ, ઉર્જાના કારક માનવામાં આવે છે. એવામાં મંગળ ગ્રહનું ડબલ ગોચર કેટલીક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

વૃષભ (Taurus Rashifal)

આ રાશિના જાતકો માટે માર્ચનો મહિનો કરિયરની દ્રષ્ટિએ અત્યંત અનુકુળ રહેવાનો છે. મંગળની અસરથી પ્રગતિના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહેશે. કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. વેપારી વર્ગને સારો નફો મળવાના ચાન્સ છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે.

વૃશ્વિક (Scorpio Rashifal)

આ રાશિના જાતકો પર પણ મંગળ ગ્રહની વિશેષ કૃપા વરસશે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થશે. ભાગ્યના સથવારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે.

ધન (Sagittarius Rashifal)

મંગળનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે.લગ્ન વિષયક નિર્ણયો સારી રીતે લેવાઈ શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકશે. કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.કોર્ટ-કચેરીના કાર્યોમાં સાનુકુળતા રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.