Shukra Nakshatra Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રનું નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ ગ્રહ પ્રેમ, ધન, ભૌતિક સુખ અને સબંધોના કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર જાતકોના સબંધો, કરિયર અને આર્થિક સ્થિતિ પર સ્પષ્ટ જોવા મળે છે.
એવામાં આગામી 11 ફેબ્રુઆરીના રોજ પ્રેમ અને આકર્ષણનો કારક ગ્રહ શુક્ર રાહુના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. એવામાં શુક્રનું આ ગોચર કેટલીક રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ, સબંધોમાં સુધારા તેમજ રચનાત્મક કામકાજમાં અણધારી સફળતા અપાવી શકે છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…
આ પણ વાંચો
વૃષભ (Taurus Rashifal)
આ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર આત્મવિશ્વાસ વધારનારું સાબિત થશે. પ્રેમસબંધમાં પ્રગતિ થાય. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થઈ શકે છે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાશે. સામાજિક કાર્યો સફળતાપૂર્વક પૂરા થાય
મિથુન (Gemini Rashifal)
શુક્રના નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના જાતકો માટે નવી તકોનું નિર્માણ થઈ શકે છે. નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકશે. આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. એક પછી એક ઈચ્છા ફળીભૂત થતી જણાશે. જૂની બીમારીઓથી રાહત મળશે
સિંહ (Leo Rashifal)
આ રાશિના જાતકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન જીવનમાં માન-સન્માન અને એશ-ઓ-આરામ લઈને આવશે. નોકરિયાત વર્ગને કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. મનની અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. ચિંતાના વાદળો હટતા જણાય. આપના કામમાં આકસ્મિક અનુકુળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જશે.
તુલા (Libra Rashifal)
શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભ લઈને આવશે. નોકરિયાત વર્ગને ઑફિસમાં મોટી જવાબદારી મળી શકે છે, જેના કારણે કામકાજના સ્થળે પ્રભાવ વધશે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. વિરોધીઓ સામે પ્રગતિ અનુભવી શકશો. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. વર્ષોથી અધૂરા રહેલા કામો એક પછી એક પુરા થઈ શખે છે.
કુંભ (Aquarius Rashifal)
શુક્રનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે વરદાનથી કમ નહીં રહે. નવી નોકરીની રાહ જોનારાને આશાનું કિરણ ઉગશે.આર્થિક સંકડામણનો સામનો કરતા આવકનો નવો માર્ગ ખુલશે. લાંબા સમયથી અટકેલા કામો પુરા થશે. દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય. આર્થિક અનુકુળતામાં વધારો થાય.સફળતાનો સ્વાદ ચાખી શકશો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
