Makar Sankranti 2026: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે, સૂર્યનું કોઈ રાશિમાં ભ્રમણ કરવાની સ્થિતિને સંક્રાંતિ કહેવામાં આવે છે. આમ વર્ષમાં કુલ 12 સંક્રાંતિ હોય છે. જે પૈકી 2 સંક્રાંતિ અત્યંત શુભ માનવામાં આવે છે. જેમાં પહેલી મકર સંક્રાંતિ અને બીજી કર્ક સંક્રાંતિ.
જો મકર સંક્રાંતિની વાત કરીએ તો, જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, ત્યારે મકર સંક્રાંતિ આવે છે. આ સાથે જ સૂર્ય દેવ દક્ષિણાયતથી ઉત્તરાયણમાં જશે. આજે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ છે, ત્યારે સૂર્ય દેવ રાતે 9:35 કલાકે ધન રાશિમાંથી ગોચર કરીને પોતાના પુત્ર શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો
જ્યોતિષ શાસ્ત્રમાં પિતા સૂર્યના પોતાના પુત્ર શનિ સાથે સબંધો સારા નથી રહેતા. એવામાં સૂર્યનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી રહેશે, તો કેટલીક રાશિના જાતકો માટે બેડલક લઈને આવશે. તો ચાલો કંઈ છે આ લકી રાશિ, જેના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ગુડલક લઈને આવશે અને કોના માટે બેડલક સાબિત થશે
- મેષઃ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. વિદ્યાર્થી વર્ગને કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરિયાતોને પોતાની પ્રતિભા વિકસાવવાની તક મળશે. જૂની કોઈ બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય
- સિંહ: આ રાશિના જાતકો માટે પણ સૂર્યનું ગોચર અત્યંત શુભ ફળ આપનારું સાબિત થશે. જાતકોને શત્રુ વિજયના યોગ બનશે. વેપારી વર્ગને વિદેશ વ્યાપારમાં ફાયદો થાય. કૌટુંબિક તણાવનો અંત આવશે. વધારાની આવક રળવાના પ્રયત્ન સફળ થતાં જણાય
- વૃશ્વિક: સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે શુભ રહેશે. નવા કામની શરૂઆત માટે શ્રેષ્ઠ સમય છે. નવા વિવાહના પ્રસ્તાવ મળશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે
- કુંભઃ આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન વરદાનરૂપ સાબિત થશે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે.ચિંતાના વાદળો હટતા જણાય.ધંધા-વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભદાયી નીવડે. ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે. રોકાયેલી ઉઘરાણી પરત આવશે.
- મીનઃ સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે અત્યંત અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. જાતકોના વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થતા જશે. નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
