મહાશિવરાત્રિથી 3 રાશિના 'સુવર્ણ યુગ'ની શરૂઆત, શિવજીની કૃપા અને ગ્રહોનો સાથ મળતા જાતકોને સફળતા સામે ચાલીને સત્કારશે

વૈદિક જ્યોતિષમાં શુક્રાદિત્ય રાજયોગ અત્યંત શક્તિશાળી મનાય છે, જે સૂર્ય અને શુક્રની દુર્લભ યુતિથી સર્જાય છે. શુક્રાદિત્ય યોગને શક્તિ, સફળતા અને વૈભવનો કારક માનવામાં આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Jan 2026 08:41 PM (IST)Updated: Thu, 22 Jan 2026 08:41 PM (IST)
mahashivratri-2026-rashifal-3-zodiac-signs-to-enter-golden-period-with-career-and-investment-gains
HIGHLIGHTS
  • આગામી 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો મહાપર્વ
  • શુક્ર અને સૂર્ય ગ્રહ કુંભમાં રહીને બનાવશે દુર્ભલ યુતિ

Shukra Aditya Rajyog: મહાશિવરાત્રિનો (Mahashivratri 2026 Rashifal) તહેવાર હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર પર્વ છે, જેને ભગવાન શિવની ભક્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રિના શુભ પર્વે ઋદ્રાભિષેક કરવાથી મહાકાલ પ્રસન્ન થાય છે અને જીવનના તમામ દુઃખોનો અંત આવે છે.

જો આ વર્ષની વાત કરવામાં આવે તો, આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ આગામી 15 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યો છે. જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ વર્ષે મહા શિવરાત્રિનો પર ખૂબ જ ખાસ રહેવાનો છે.

હકીકતમાં મહાશિવરાત્રિના દિવસે સૌભાગ્યનો કારક ગ્રહ શુક્ર અને ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. આ બન્ને ગ્રહોની યુતિથી શુક્રાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મહાશિવરાત્રિના પર્વે શુક્રાદિત્ય યોગના દુર્લભ સંયોગથી કેટલીક રાશિના જાતકો પર ભગવાન મહાદેવની વિશેષ કૃપા રહેવાની છે, તો ચાલો જાણીએ આ લકી રાશિ કઈ-કઈ છે

મેષ: શુક્રાદિત્ય યોગ આ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારો સાબિત થશે. કોઈ મોટું કાર્ય કરવામાં સફળતા સાંપડી શકે છે. વડીલોનો સાથ-સહકાર મળી રહેશે. પ્રેમસબંધમાં પ્રગતિ થાય. આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નવી નોકરી માટેના પ્રયત્નો સફળ થશે. મનની અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમસ્યાનો હલ મેળવી શકશો

કન્યાઃ શુક્ર અને સૂર્યની દુર્લભ યુતિ આ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થશે. જાતકોને મનોકામનાને સાકાર કરવામાં મદદ મળશે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. ધંધા-વ્યવસાય માટે કરેલી મુસાફરી લાભદાયી નીવડશે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય.

કુંભ: આ રાશિના જાતકો માટે આ વર્ષની મહાશિવરાત્રિ સરપ્રાઈઝ લઈને આવશે, કારણ કે સૂર્ય-શુક્રની યુતિ પણ કુંભ રાશિમાં જ બનવાની છે. જેથી જાતકોને પ્રગતિના દ્વાર ખુલતા મનોવાંચ્છિત સફળતા પ્રાપ્ત થશે. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય આવશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે સુમેળ વધશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. નોકરિયાત વર્ગના કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.