Mahakumbh Mela 2025: હિન્દુ ધર્મમાં મહાકુંભ સૌથી મોટું ધાર્મિક આયોજન છે. જેમાં દેશ વિશેષમાંથી લાકો ભક્તો આ સમયે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભની મુલાકાત લે છે. આ મેળો 12 વર્ષમાં ચાર જગ્યાઓ પર યોજાય છે - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જેન અને નાસિક. આ વર્ષે મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી ચોજાઈ રહ્યો છે. આ વર્ષે પ્રયાગરાજમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાકુંભ 2025 ક્યારે શરૂ થશે
મહાકુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરી પૂર્ણિમાના દિવસથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના રોજ સમાપન થશે. આ વખતે જે કુંભ યોજાઈ રહ્યો છે તે પૂર્ણ કુંભ છે જે હિન્દુ ધર્મમાં વધારે પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કુંભ મેળામા ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહાકુંભના 6 શાહી સ્નાન ક્યારે છે
પ્રયાગરાજ કુંભ મેળામાં છ શાહી સ્નાન હશે. પ્રથમ શાહી સ્થાન 13 જાન્યુઆરી 2025, બીજુ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ, ત્રીજું સ્નાન 29 જાન્યુઆરી મુનિ અમાસ પર, ચોથું સ્નાન 2 ફેબ્રુઆરી વસંત પંચમી અને પાંચમું સ્નાન 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમા પર અને છેલ્લુ સ્નાન 26 ફેબ્રુઆરી પર મહાશિવરાત્રિ પર થશે.
મહાકુંભ પર શુભ સંયોગ
મહાકુંભ મેળા પર રવિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ સંયોગ વહેલી સવારે 7 વાગ્યે 15 મિનિટે શરૂ થશે અને 10 વાગ્યેને 38 મિનિટ પર સમાપ્ત થશે. આ યોગ ખૂબ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન સ્નાન અને દાનનું મહત્વ વધારે વધી જાય છે. આ દિવસે ભદ્રાવાસનો પણ સંયોગ બની રહ્યો છે. આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવી લાભદાયી માનવામાં આવે છે.