મહાશિવરાત્રિ પર બનતો લક્ષ્મી નારાયણ રાજયોગ 4 રાશિના પ્રગતિના દ્વાર ખોલશે, શિવજીની કૃપાથી જાતકોની હારેલી બાજી જીતમાં પલટાશે

19 વર્ષ બાદ 15 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં સૂર્ય અને રાહુનું મિલન થશે. આ સમયે બુધ અને શુક્ર પણ કુંભ રાશિમાં એકસાથે હશે. જેના પરિણામે મહાલક્ષ્મી યોગનું નિર્માણ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Feb 2026 04:01 PM (IST)Updated: Fri, 06 Feb 2026 04:01 PM (IST)
lakshmi-narayan-rajyog-on-mahashivratri-2026-these-4-zodiac-signs-will-gain-wealth-and-success
HIGHLIGHTS
  • ભોળાનાથના ભક્તો પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસશે

Laxmi Narayana Rajyog: આ વર્ષે મહાશિવરાત્રિનો (Mahashivratri 2026) પર્વ આગામી 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે. મંદિરમાં શિવલિંગ પર ગંગાજળ, ભાંગ, ધતૂરા અને બિલિ પત્ર ચડાવવામાં આવશે.

આ વર્ષે શિવરાત્રિનો પર્વ એટલા માટે ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બનવાનો છે. હિન્દુ પંચાગ પ્રમાણે, મહાશિવરાત્રિના દિવસે કુંભ રાશિમાં શુક્ર-બુધની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ શુભ યોગ ચાર રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થવાનો છે.

મિથુનઃ લક્ષ્મી નારાયણ રાજયોગ આ રાશિના જાતકો માટે શુભફળ આપનારો સાબિત થશે. જાતકોને આવકમાં વૃદ્ધિના નવા અવસર મળી શકે છે. વેપારી વર્ગને સારો એવો નફો મળવાના યોગ બની રહ્યા છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.

વૃશ્વિકઃ લક્ષ્મી નારાયણ રાજયોગથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત બનશે. નોકરિયાત વર્ગને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનના ચાન્સ મળી શકે છે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ મળી શકે છે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય.

મકરઃ મહાશિવરાત્રિ પર્વ પર બની રહેલો લક્ષ્મી નારાયણ રાજયોગ આ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ શુભ સંકેત લઈને આવી રહ્યો છે. જૂના રોકાણ પર અણધાર્યો નફો મળી શકે છે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થશે. અધૂરા રહેલા કાર્યો એક પછી એક પુરા થવા લાગશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.

કુંભ: આ રાશિના લગ્નભાવમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે. આ દરમિયાન આકસ્મિક ધનલાભ મળી શકે છે. આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેશે. આપના લક્ષ્ય તરફ આગળ વધી શકશો. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.