Garuda Purana: હિન્દુ ધર્મમાં દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આજ કારણોસર હિન્દુઓ નવરાત્રિમાં કન્યા પૂજા કરે છે. જો કે એ વાત પણ સાચી છે કે, આજના સમયમાં પણ કેટલાક લોકો દીકરીઓને ભારરૂપ માનવામાં આવે છે.
ગરુડ પુરાણ પ્રમાણે, કોઈ પણ ઘરમાં સંતાનનો જન્મ માત્ર શારીરિક ઘટના નથી માનવામાં આવતી, પરંતુ તેનો સબંધ આત્માના કર્મો અને પ્રારબ્ધ પર આધારિત હોય છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન કેવા ઘરને દીકરીઓના જન્મ માટે પસંદ કરે છે.
આ પણ વાંચો
ધનની દેવી માઁ લક્ષ્મીના આગમનનું પ્રતિક
ગરુડ પુરાણમાં વર્ણન છે કે, જે માતા-પિતાના પૂર્વજન્મના કર્મ સારા હોય છે, માત્ર તેમના ઘરમાં જ દીકરીઓનો જન્મ થાય છે. ઘરમાં દીકરીનો જન્મ થવો, તે ઘરમાં ધનની દેવી માઁ લક્ષ્મીના આગમનનું પ્રતિક છે.
એવામાં પુત્રીના જન્મ સાથે જ જીવનનો અંધકાર દૂર થાય છે. દીકરીઓ સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ હોય છે. જે જન્મ લે ત્યારે પોતાની સાથે-સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.
ગરીબના ઘરમાં દીકરીનો જન્મ ના થાય?
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, દીકરીઓ માત્ર એવા ઘરમાં જ જન્મ લે છે, જ્યાં માતા-પિતા તેમનું સારી રીતે ભરણ-પોષણ કરી શકે. જેનો એ અર્થ નથી કે, કોઈ ગરીબના ઘરમાં દીકરીનો જન્મ ના થાય. આનો અર્થ એ છે કે, જે માતા-પિતા પોતાની પુત્રીને લાડકોડથી ઉછેરી શકે, માત્ર તેમને જ પુત્રી ધનની પ્રાપ્તિ થાય છે. જેના માટે વધારે ધનની આવશ્યક્તા નથી.
ઈશ્વર સારી રીતે જાણે જ છે કે, કેટલાક લોકો એવા પણ હોય છે, જેમની પાસે પૈસા હોવા છતાં તેઓ દીકરીનો ભાર સહન નથી કરી શકતા. બીજી તરફ કેટલાક એવા લોકો પણ હોય છે, જેઓ ગરીબ હોવા છતાં પોતાની દીકરીને પ્રેમથી ઉછેરી જાણે છે. આમ પરમાત્મા પહેલાથી જ જાણી લે છે કે, કોણ દીકરી માટે સારા માતા-પિતા બની શકે છે.
