Labh Pancham 2026 Date and Muhurat: દિવાળીના તહેવારોની શૃંખલાનો અંતિમ અને મહત્વપૂર્ણ દિવસ એટલે લાભ પાંચમ. હિન્દુ ધર્મમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પાંચમ તિથિને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમનો પર્વ 14 નવેમ્બર, 2026, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને 'સૌભાગ્ય પંચમી' અથવા 'જ્ઞાન પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારીઓ માટે આ દિવસ દિવાળીના વેકેશન બાદ ફરીથી ધંધા-રોજગાર શરૂ કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે.
લાભ પાંચમ 2026: તિથિ અને પૂજાનું મુહૂર્ત
આ પણ વાંચો
પંચાંગ અનુસાર, લાભ પાંચમની તિથિ અને પૂજાના શુભ સમયની વિગતો નીચે મુજબ છે:
- તારીખ: 14 નવેમ્બર 2026, શનિવાર
- પાંચમ તિથિ પ્રારંભ: 13 નવેમ્બર, રાત્રે 08:42 વાગ્યે.
- પાંચમ તિથિ સમાપ્ત: 14 નવેમ્બર, રાત્રે 11:23 વાગ્યે.
- પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત: 14 નવેમ્બર, સવારે 06:52 થી 10:33 વાગ્યા સુધી.
- કુલ સમયગાળો: 03 કલાક અને 41 મિનિટ.
લાભ પાંચમ અન્ય મુહૂર્ત (14 નવેમ્બર 2026)
- બ્રહ્મ મુહૂર્ત - 05:09 AM થી 06:01 AM
- પ્રાત: સંધ્યા - 05:35 AM થી 06:52 AM
- અભિજીત - 12:02 PM થી 12:46 PM
- વિજય મુહૂર્ત - 02:14 PM થી 02:59 PM
- ગોધુલી મુહૂર્ત - 05:56 PM થી 06:22 PM
- સાંય સંધ્યા - સાંજે 05:56 થી સાંજે 07:13 સુધી
- અમૃત કલામ - 02:59 PM થી 04:47 PM
- નિશિતા મુહૂર્ત - 11:58 PM થી 12:50 AM, 15 નવેમ્બર
- રવિ યોગ - 08:24 PM થી 06:53 AM, 15 નવેમ્બર
લાભ પાંચમ ચોઘડિયા (14 નવેમ્બર 2026)
દિવસના ચોઘડિયા
- શુભ - 08:15 AM થી 09:38 AM
- લાભ - 01:47 PM થી 03:10 PM
- અમૃત - 03:10 PM થી 04:33 PM
રાત્રિના ચોઘડિયા
- લાભ - 05:56 PM થી 07:33 PM
- શુભ - 09:10 PM થી 10:47 PM
- અમૃત - 10:47 PM થી 12:24 AM, નવેમ્બર 15
- લાભ - 05:16 AM થી 06:53 AM, નવેમ્બર 15
લાભ પાંચમનું મહત્વ
દિવાળીના દિવસોમાં બંધ રહેલા વેપાર-ધંધા લાભ પાંચમના શુભ મુહૂર્ત સાથે ફરી શરૂ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપારમાં 'લાભ' થાય છે અને લક્ષ્મીજીની કૃપા કાયમ રહે છે.
વ્યવસાયમાં વૃદ્ધિ: નવા સાહસો શરૂ કરવા, નવું ખાતું ખોલવા કે નવા સોદા કરવા માટે આ દિવસ અતિ શુભ છે.
સૌભાગ્ય અને સમૃદ્ધિ: ગણેશજી અને લક્ષ્મીજીની આરાધનાથી જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને આર્થિક સ્થિરતા આવે છે.
જ્ઞાન પાંચમ: જૈન સમાજમાં આ દિવસને જ્ઞાન પાંચમ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં શ્રદ્ધાળુઓ જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના ધર્મગ્રંથો અને પુસ્તકોની પૂજા કરે છે.
લાભ પાંચમ પૂજા વિધિ
લાભ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે:
- સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું.
- શુભ મુહૂર્તમાં ગણેશજી, ભગવાન શિવ અને માતા લક્ષ્મીની સ્થાપના કરવી.
- ગણેશજીને ચંદન, સિંદૂર, દુર્વા અને મોદક અર્પણ કરવા.
- ભગવાન શિવને જળ, કાચું દૂધ, બિલીપત્ર, ભસ્મ અને ધતુરાના ફૂલ ચઢાવવા.
- માતા લક્ષ્મીને લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, અત્તર, હળદર-કંકુ અને સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો.
- અંતે મંત્રોચ્ચાર સાથે આરતી કરી સુખ-શાંતિની કામના કરવી.
શું ખરીદવું શુભ ગણાય?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાભ પાંચમના દિવસે પિત્તળ અથવા ચાંદીનો કાચબો ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાચબો ભગવાન વિષ્ણુના કચ્છપ અવતારનું પ્રતીક છે, જે ઘરમાં કે દુકાનમાં રાખવાથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
