શું તમે જાણો છો, સૂર્ય પુત્ર યમ કેવી રીતે બન્યા હતા મૃત્યુના દેવતા?

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Tue 20 Dec 2022 09:39 AM (IST)Updated: Tue 20 Dec 2022 09:39 AM (IST)
know-how-yamraj-became-god-of-death

આજે અમે તમને જણાવશું, સૂર્ય પુત્ર યમ, મૃત્યુના દેવતા કેવી રીતે બન્યા હતા?

હિંદુ ધર્મમાં યમરાજને મૃત્યુના દેવ તરીકે ઓળખવામાં આવે છે. યમરાજ વ્યક્તિની આત્માને તેના કર્મ અનુસાર મૃત્યુ બાદ ઉપયુક્ત ફળ આપે છે. જો કોઈ વ્યક્તિએ સારાં કર્મ કર્યાં હોય તો, તેને સ્વર્ગમાં સ્થાન મળે છે, તો જો કોઈ વ્યક્તિએ ખરાબ કાર્યો કર્યાં હોય તો, તેના આત્માને નર્કમાં કષ્ટ ભોગવવાં પડે છે. યમરાજ વ્યક્તિને મૃત્યુ તો આપે જ છે, સાથે-સાથે તેની મૃત્યુ બાદની યાત્રા પણ નક્કી કરે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, યમરાજ મૃત્યુના દેવ કેવી રીતે બન્યા?

આ બાબતે જ્યોતિષ એક્સપર્ટ ડૉ. રાધાકાંત વત્સ જણાવી રહ્યા છીએ કે, મૃત્યુના દેવતા બનતાં પહેલાં યમરાજને પોતાને મારવા પડ્યા હતા. પૃથ્વી પર મૃત્યુનું ચક્ર ભોગવ્યા બાદ જ યમરાજને મૃત્યુના દેવતાનું પદ મળ્યું હતું. ચાલો જાણીએ યમરાજના કેટલાક રસપ્રદ કિસ્સાઓ.

  • પૌરાણિક કથા અનુસાર, એકવાર યમરાજ અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું. પોતપોતાની માતાઓના અધિકાર માટે બંને ભાઈઓ એકબીજા સાથે લડી પડ્યા હતા.
  • આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલતું રહ્યું અને શનિ દેવ અને યમરાજ વચ્ચે યુદ્ધે ભયંકર સ્વરૂપ ધારણ કરી દીધું. સૂર્યના દેવ સહિત બધા જ દેવતાઓએ આ યુદ્ધ રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈને સફળતા ન મળી.
  • શનિદેવને બાળપણથી જ મહાદેવના આશીર્વાદ મળ્યા હતા અને તેમની કૃપાની સાથે-સાથે તેમના દ્વારા મળેલ શક્તિઓથી શનિદેવે યમરાજને હરાવી દીધા અને તેમને પોતાના દંડાસ્ત્રથી મૃત્યુ આપ્યું.
  • પોતાના પુત્રનું શબ જોઈ સૂર્યદેવ ખૂબજ દુ:ખી થઈ ગયા. સૂર્ય દેવ અને તેમની બંને પત્નીઓ દેવી સંજ્ઞા અને દેવી છાયાએ મહાદેવનું આહવન કર્યું અને મહાદેવ પ્રકટ થતાં જ તેમણે યમને ફરીથી જીવિત કરવાનો આગ્રહ કર્યો.
  • મહાદેવે સૂર્ય દેવની પ્રાર્થનાને ઠુકરાવી તેમને સમજાવતાં કહ્યું, મૃત્યુ અટલ સત્ય છે અને તેમના એકમાત્ર પુત્ર માટે સત્યને પરિવર્તિત ન કરી શકાય.
  • ત્યારે શનિદેવે જાતે જ મહાદેવને પ્રાર્થના કરી અને તેમને યમને જીવિત કરવા પાછળનું ઠોસ કારણ પણ જણાવ્યું. શનિદેવે ભગવાન શિવને જણાવ્યું કે, 1 મહિના બાદ મૃત્યુના દેવતાનું દાયિત્વ સંભાળવા માટે મહાદેવ પોતે દેવતાઓમાંથી જ કોઈનું ચયન કરવાના હતા.
  • આ પસંદગીનો આધાર છે, મૃત્યુના ચક્રને પૂરું કરવું. યમ દેવતા પુત્ર છે, પરંતુ કોઈપણ પ્રકારની દેવી શક્તિ તેમને મળી નહોંતી. આ જ કારણે તેમને અમૃત મળી શક્યું નહોંતુ અને તેમનું મૃત્યુ થયું.
  • આ રીતે યમે મૃત્યુનું ચક્ર સર્વપ્રથમ પૃથ્વી પર પૂરું કરી દેવામાં આવ્યું. આ આધાર પર જ મહાદેવે યમને ફરીથી જીવિત તો કરવા જ જોઈએ, સાથે-સાથે તેમને મૃત્યુના દેવતા પણ બનાવવા જોઈએ.
  • ભગવાન શિવ શનિદેવના તર્કથી પ્રસન્ન થયા અને તેમણે શનિ દેવના આગ્રહવશ થઈ સૂર્યપુત્રને જીવિત કરી દીધા. ભગવાન શિવે સૂર્ય પુત્ર યમને મૃત્યુના દેવતાનો કાર્યભાર સોંપ્યો અને આ રીતે સૂર્ય પુત્ર યમ મૃત્યુના દેવ યમરાજ બન્યા.

આ હતી યમરાજની મૃત્યુના દેવ બનવાની રસપ્રદ કથા. જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને ફેસબુક પર લાઈક અને શેર કરો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

Image Credit: Shutterstock, Pinterest

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.