Khatu Shyam Birthday 2025: ખાટૂ શ્યામના જન્મોત્સવે આ રીતે પૂજા કરવાથી ભગવાન અચૂક પ્રસન્ન થશે, જાણો બાબાના મંત્ર, પ્રિય ભોગ, મુહૂર્ત અને વિધિ

બાબા શ્યામના જન્મોત્સવ પર આરતીના સમયે કપૂર કે ઘીનો દીવો પ્રકટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસને ખાટૂ શ્યામની ભક્તિમાં લીન થઈને તેમને પ્રસન્ન કરવાનો અવસર માનવામાં આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Oct 2025 10:06 PM (IST)Updated: Fri, 31 Oct 2025 10:51 PM (IST)
khatu-shyam-birthday-2025-hare-ka-sahara-baba-shyam-hamara-puja-vidhi-and-mantra
HIGHLIGHTS
  • ગુજરાત સહિત દેશભરના ખાટૂ શ્યામમાં મંદિરોમાં ભવ્ય આયોજન

Khatu Shyam Birthday 2025: કારતક સુદ એકાદશીની તિથિએ દેવઉઠી અગિયારસ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ યોગ નિંદ્રાથી જાગે છે, તેવું નથી પરંતુ આ દિવસે 'હારે કા સહારા' ખાટૂ શ્યામનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે.

એવામાં આવતીકાલે 1 નવેમ્બરના રોજ કળયુગના દેવતા 'ખાટૂ શ્યામ'નો જન્મદિનછે. આ દિવસે ખાટૂ શ્યામને પ્રસન્ન કરવા માટે પુરી શ્રદ્ધા સાથે તમે પૂજા કરશો, તો ભગવાનની કૃપા અવશ્ય મળશે. તો ચાલો બાબા ખાટૂ શ્યામની પૂજા વિધિ, મંત્ર, પ્રિય ભોગ વગેરે વિશે વિગતવાર જાણીએ…

ખાટૂ શ્યામની પૂજા માટે શુભ મુહૂર્ત Khatu Shyam Puja Muhurat

બ્રહ્મ મુહૂર્ત- સવારે 5:09 થી 06:11

સવારે 05:40 થી 7:12

અભિજિત મુહુર્ત- સવારે 11:15 થી 11:50

વિજય મુહૂર્ત- બપોરે 11 થી 01:34

બપોરે 3:54 થી સાંજે 05:26

નિશિતા મુહૂર્ત- રાતે 11:03થી સવારે 12:04

ખાટૂ શ્યામની પૂજા સામગ્રી

  • બાબા શ્યામની તસવીર
  • અગરબત્તી અને દીવો
  • ફૂલોની માળા તેમજ છૂટા ફલ
  • કળશ અને શુદ્ધ જળ
  • કંકુ, ચોખા અને અક્ષત
  • લાલ નાડાછડી
  • પ્રસાદ માટે મીઠાઈ અને ફળ
  • ખીર, સાકર અને પેંડા

ખાટૂ શ્યામની પૂજા વિધિ Khatu Shyam Puja Vidhi

બાબા ખાટૂ શ્યામની પૂજા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ ક્રિયા પતાવી દો. જે બાદ પૂજા સ્થળ અર્થાત મંદિરને સાફ કરો અને ખાટૂ શ્યામની તસવીર મૂકો. ઘીનો દીવ પ્રકટાવો અને કંકુ, ચંદન અને અક્ષતથી ચાંદલો કરો. બાબાને ફૂલની માળા પહેરાવો. હવે શ્યામ બાબાના મંત્રોનો જાપ કરો અને ચાલિસા વાંચો. જે બાદ આરતી ઉતારીને ધરાવેલો પ્રસાદ લોકોને વહેંચો.

ખાટૂ શ્યામ બાબાના પૂજા મંત્ર Khatu Shyam Mantra

  • 'ॐ શ્રી શ્યામ દેવાય નમઃ'
  • 'ॐ શ્યામ દેવાય બર્બરીકાય હરયે પરમાત્મને
    પ્રણતઃ ક્લેશનાશાય સુહ્રદય નમો નમઃ'

બાબા શ્યામને પ્રિય ભોગ ધરાવો
ખાટૂ શ્યામ બાબાને ચુરમા, ખીર, પેંડા, પંચમેવા અને મિશ્રી અર્થાત સાકરનો ભોગ લગાવવો જોઈએ, કારણ કે તે બાબા શ્યામને ખૂબ જ પ્રિય છે. આ સિવાય તમે શ્યામ બાબાને ફળ અને મિઠાઈઓનો ભોગ પણ ધરાવી શકો છો. તમે દેશી ઘીથી બનેલી વસ્તુઓનો ભોગ બાબાને ધરાવીને તેમને પ્રસન્ન કરી શકો છો.

કારતક સુદ એકાદશીની તિથિએ જ બાબા શ્યામના શીશને મંદિરમાં સુશોભિત કરવામાં આવ્યું હતુ. આથી જ દેવઉઠી એકાદશીના દિવસે જ ખાટુ શ્યામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે ભક્ત આ દિવસે સાચા મનથી ખાટૂ શ્યામની પૂજા કરે છે, તેના જીવનમાં તમામ દુઃખ અને સંકટ દૂર થાય છે. કળયુગમાં બાબા શ્યામને હારે કા સહરા કહેવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે, બાબા શ્યામ દરેક એવા વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે, જે સાચા દિલથી તેમની શરણમાં આવે છે.