Budh Mangal Yuti 2025: વૃશ્વિકમાં બનતી મંગળ-બુધની યુતિ 4 રાશિ માટે અત્યંત શુભ, 23 નવેમ્બર સુધી ભાગ્યનો સાથ મળતાં થશે છપ્પરફાડ ધનલાભ

27 ઓક્ટોબરે મંગળ ગ્રહે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તે ડિસેમ્બર મહિનાની 7 તારીખ સુધી રહેશે. અગાઉ 24 ઓક્ટોબરે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરેલ બુધ 23 નવેમ્બર સુધી રહેશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Oct 2025 04:06 PM (IST)Updated: Thu, 30 Oct 2025 04:06 PM (IST)
budh-mangal-yuti-2025-in-scorpio-horoscope-good-for-these-4-zodiac-sign
HIGHLIGHTS
  • 23 નવેમ્બર 3:28 કલાક સુધી વૃશ્વિકમાં બુધ-મંગળની યુતિ રહેશે

Budh Mangal Yuti 2025: બુધ અને મંગળ બન્ને ગ્રહો શુભ છે. એકતરફ બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે, તો બીજીતરફ મંગળને ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. આ સાથે જ બુધ ગ્રહ બુદ્ધિ, વાળી, તર્ક, વેપાર અને સૌદર્યનો દાતા માનવામાં આવે છે. જ્યારે મંગળને સાહસ અને પરાક્રમનો કારક માનવામાં આવે છે. આથી આ બન્ને ગ્રહોનું સાથે આવવું શુભ સંકેત છે.

ગ્રહો ક્યારે ગોચર કરશે?
દ્વિક પંચાગ પ્રમાણે, 27 ઓક્ટોબર 2025ના રોજ મંગળ ગ્રહનું વૃશ્વિક રાશિમાં ગોચર કર્યું હતુ, જ્યાં ત્યાં તે ડિસેમ્બર મહિનાની 7મી તારીખ સુધી રહેવાના છે. જો કે મંગળના ગોચર અગાઉ 24 ઓક્ટોબરના રોજ બુધ ગ્રહે વૃશ્વિક રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તે નવેમ્બર મહિનાની 23 તારીખ સુધી રહેશે. એવામાં 23 નવેમ્બર, 2025 બપોરે 3:28 કલાક સુધી વૃશ્વિક રાશિમાં બુધ-મંગળની યુતિ રહેશે.

આજે અમે આપને એવી 4 રાશિઓ વિશે જણાવીશું, જેના જાતકો પર બુધ અને મંગળની યુતિની શુભ અસર જોવા મળશે.

મેષ: વૃશ્વિક રાશિમાં મંગળ-બુધની યુતિ બનવી આ રાશિના જાતકો માટે અત્યંત ફાયદેમંદ નીવડશે. જાતકોને મનોકામનાને સાકાર કરવાની તક મળશે. મુશ્કેલીમાંથી આપોઆપ માર્ગ મળતો જણાશે. કામકાજના સ્થળે આપની કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બને. મિત્રો અને વડીલો સાથે ચાલતા મતભેદનો અંત આવશે. પરદેશના કામમાં પ્રગતિ થશે. દામ્પત્યજીવનમાં સુખના પ્રસંગો આવશે.

સિંહ: વૃશ્વિક રાશિમાં બુધ-મંગળની યુતિ બનવી સિંહ જાતકો માટે શુભ સંકેત છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમને પ્રમોશનના શુભ સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ સારો એવો નફો રળી શકશે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ મળવાની સંભાવના છે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે.

તુલા: બુધ-મંગળની યુતિ આ રાશિના જાતકો માટે નવા અવસર લઈને આવી છે. પ્રગતિના દ્વાર ખુલતા જાતકોને મનોવાંચ્છિત સફળતા પ્રાપ્ત થશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે.લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે.કૌટુંબિક તણાવનો અંત આવશે. કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળવાના યોગ બની રહ્યા છે.

ધન: વૃશ્વિક રાશિમાં બની રહેલી બુધ-મંગળની યુતિ ધન રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે. નસીબનો સાથ મળતો જણાશે. મનોકામનાને સાકાર કરવાની તક મળશે. નોકરિયાત વર્ગને પગાર વધારાના પ્રબળ યોગ છે. વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાય. ધંધાકીય કાર્યમાં પ્રગતિ થાય.કોર્ટ-કચેરીના કાર્યોમાં સાનુકુળતા રહે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.