Chanakya Niti આજથી હજારો વર્ષ પહેલા આચાર્ય ચાણક્યએ કેટલાક એવા સિદ્ધાંતો જણાવ્યા હતા. જેને અપનાવીને કોઈ પણ વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિને જડમૂળથી બદલીને ધારી સફળતા હાંસલ કરી શકે છે. આચાર્ય ચાણક્યાના આ સિદ્ધાંતો ચાણક્ય નીતિ તરીકે પ્રચલિત છે, જે માત્ર મહેનત અને સમયના સદઉપયોગ પુરતી સિમિત નથી, પરંતુ તે વિચાર, યોજના અને શિસ્તનું પરિણામ પણ દર્શાવે છે.
આપણી આસપાસ ઘણાં એવો લોકો હશે, જેઓ આકરી મહેનત કરતાં હોવા છતાં તેમને ધાર્યા પ્રમાણે સફળતા નથી મળતી. જો તમે પણ આમાંથી એક હોવ, તો તમે આચાર્ય ચાણક્યની કેટલીક ગુપ્ત નીતિઓને સમજીને તમારા જીવનમાં અપનાવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકો છો.
આચાર્ય ચાણક્ય કહે છે કે, જે વ્યક્તિ સફળતા મેળવવા ઈચ્છતો હોય, તો તેણે બે બાબતોથી ક્યારેય ગભરાવવું ના જોઈએ. એક પરિવર્તન અને બીજો સંઘર્ષ. આ બન્ને બાબતો જ જીવનમાં આગળ વધવાની સૌથી મોટી સીડી છે. જે વ્યક્તિ પરિવર્તન અને સંઘર્ષથી ડરે છે, તે ક્યારેય પોતાના જીવનમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત નથી કરી શકતો.
સમય અને સંજોગો હંમેશા બદલાય છે
આ અંગે ચાણક્ય કહે છે કે, સમય અને પરિસ્થિતિ અર્થાત સંજોગો ક્યારેય એક જેવા નથી રહેતા. આથી જે વ્યક્તિ પરિવર્તનથી ડરે છે, તે કાયમ પાછળ રહી જાય છે. પરિવર્તનનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ, કારણ કે તેજ જીવનમાં નવી સંભાવનાઓ ઉભી કરે છે. પરિવર્તનથી જ વિકાસ સંભવ છે. જે વ્યક્તિ પરિવર્તનને અપનાવે છે, તે જ આગળ વધે છે.
સંઘર્ષ સફળતાની ચાવી છે
સંઘર્ષથી દૂર ભાગનાર વ્યક્તિ ક્યારેય મજબૂત નથી બની શકતો. જીવનમાં ધીરજ, મહેનત અને આત્મવિશ્વાસ કેટલો જરૂરી છે, તે આપણને સંઘર્ષ જ શીખવાડે છે. ચાણક્ય અનુસાર, સંઘર્ષ જ વ્યક્તિના ચારિત્રને ઘડે છે અને તેને સફળતાની દિશામાં લઈ જાય છે.
ચાણક્ય નીતિનો આ સંદેશ આપણને શીખવે છે કે, પરિવર્તન અને સંઘર્ષથી ક્યારેય ડરવું ના જોઈએ અને તેને અપનાવીને જીવનમાં આગળ વધવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ પરિવર્તન અને સંઘર્ષનો હસતા મોંઢે સ્વીકાર કરે છે, તે જ ઈતિહાસમાં પોતાની આગવી છાપ છોડી જાય છે.
