Shukra Gochar 2025: શુક્રનું ગોચર 4 રાશિના ભાગ્યના બંધ દ્વાર ખોલશે, ધારેલા કામો આગળ વધશે; જાતકો રૂપિયે તોલાશે

ધનનો દાતા શુક્ર ગ્રહ 2 નવેમ્બરે 1:21 મિનિટે પોતાના ઘરમાં આવવાથી માલવ્ય રાજયોગનું પણ નિર્માણ થશે. જેનાથી 4 રાશિના જાતકોને અત્યંત લાભ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 27 Oct 2025 06:29 PM (IST)Updated: Mon, 27 Oct 2025 06:30 PM (IST)
shukra-gochar-2025-venus-transit-in-tula-good-empact-on-4-zodiac-signs
HIGHLIGHTS
  • 2 નવેમ્બરે શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે

Shukra Gochar 2025: જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરીને કોઈ રાશિમાં પ્રવેશ કરે છે, તો તે રાશિમાં અનેક પરિવર્તન થવા સાથે અન્ય રાશિઓના જાતકોના જીવનમાં પણ ઊંડી અસર જોવા મળે છે. ઓક્ટોબર મહિનો સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારે નવેમ્બર મહિનો પણ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આગામી 2 નવેમ્બરે ધનનો દાતા શુક્ર ગ્રહ કન્યા રાશિમાંથી નીકળીને પોતાની રાશિ તુલામાં પ્રવેશ કરશે.

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને સૌદર્ય, પ્રેમ, ભૌતિક સુખ અને ધનનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં શુક્ર ગ્રહનું આ ગોચર અનેક રાશિઓની કિસ્મત ચમકાવશે. ખાસ કરીને 4 રાશિઓ એવી છે, જેના જાતકોની જીવનમાં પોઝિટિવ પરિવર્તન જોવા મળશે. તો ચાલો કંઈ છે આ લકી રાશિ…

કર્ક: શુક્રનું ગોચર આ રાશિના જાતકો માટે પણ અત્યંત શુભ રહેશે. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે નવા અવસર મળી શકે છે. મિત્રો અને સહકર્મચારીઓનો સહયોગ મળશે. વેપારી વર્ગને પણ અણધાર્યો લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો કે આ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખવી હિતાવહ રહેશે.

કન્યા: આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભકારી સિદ્ધ થશે. ખાસ કરીને કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહે. કામકાજના સ્થળે તમારી મહેનત રંગ લાવતા તમે સફળતાનો સ્વાદ ચાખી શકશો. ઘરમાં એકંદરે ખુશહાલી રહેશે. કોઈ જગ્યાએ રોકાણ કરતાં પહેલા વિચાર કરીને નિર્ણય લેવો હિતાવહ રહેશે.

તુલા: ધનનો કારક ગ્રહ શુક્ર કન્યા રાશિમાંથી નીકળીને તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આથી આ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે. લગ્નસુખ માટે ઈચ્છાપૂર્તિ થાય. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાય. નોકરીમાં તાણ ઓછી થાય, મોટું પદ મળી શકે છે. આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. જો કે બિનજરૂરી ખર્ચા કરવાનું ટાળવું હિતાવહ રહેશે.

મીન: શુક્રનું ગોચર જે છેલ્લી રાશિ માટે સારા દિવસો લઈને આવી રહ્યું છે, તે મીન રાશિ છે. આ રાશિના જાતકોને વડીલોનો સહયોગ મળી રહેશે. પરિવારમાં શુભ કાર્ય થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે. કોર્ટ કચેરીના કામકાજમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.