Ketu Gochar 2026: કેતુની ચાલ 3 રાશિની મુશ્કેલી વધારશે, 25મીથી જાતકોના જીવનમાં થશે મોટી ઉથલપાથલ; મળેલી તક હાથતાળી આપશે

પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી ગ્રહ શુક્ર છે, જ્યાં કેતુના ગોચરથી કેટલીક રાશિના જાતકોની આદ્યાત્મિક ઉન્નતિ જરૂર થશે, પરંતુ કેટલાક જાતકો માટે આ સમય એક સાંધો ત્યાં તેર તૂટે જેવો રહે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Jan 2026 05:28 PM (IST)Updated: Sun, 18 Jan 2026 05:28 PM (IST)
ketu-gochar-2026-in-purvaphalguni-nakshatra-unlucky-for-these-3-zodiac-signs
HIGHLIGHTS
  • 3 રાશિઓએ 29 માર્ચ સુધી ખાસ તકેદારી રાખવી પડશે

Ketu Gochar 2026: વૈદિક જ્યોતિષમાં કેતુ ગ્રહને રહસ્યમયી માનવામાં આવે છે. પાપી ગ્રહ ગણાતો કેતુ આગામી 25 જાન્યુઆરીના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ દિવસે કેતુ શુક્રના સ્વામિત્વ વાળા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના બીજા પદથી નીકળીને પ્રથમ ચરણમાં પ્રવેશ કરવાનો છે. જ્યાં કેતુ ગ્રહ 29 માર્ચ સુધી રહેવાનો છે.

જ્યોતિષના મુજબ, કેતુની આ ચાલ ખાસ કરીને 3 રાશિના જાતકો માટે ખૂબ જ અશુભ ફળ આપનારી રહેશે. આ રાશિના જાતકોના બનેલા કામો બગડી જશે. જાતકો ખોટા નિર્ણય લઈ શકે છે, જેના કારણે તેમને ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. આથી જ આ રાશિના જાતકોએ ખાસ તકેદારી રાખવી આવશ્યક છે, તો ચાલો આ અનલકી રાશિ કઈ-કઈ છે

મિથુનઃ કેતુના નક્ષત્ર પરિવર્તનના કારણે આ રાશિના જાતકોનો માનસિક તણાવ વધશે. હાથમાં આવેલી તક હાથતાળી આપીને જતી રહશે. દામ્પત્યજીવનમાં ખટરાગ રહશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ખાસ કરીનો નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે ખાસ સાચવવું પડશે.

તુલાઃ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. આવકમાં કમી આવશે. વેપારીઓનો નફો ઘટી જશે. આકસ્મિક ખર્ચા આવી પડતા બજેટ ખોરવાઈ જશે. પ્રેમપ્રસંગની બાબતોમાં મનદુખના બનાવો બને. આર્થિક નુકસાન વેઠવાની તૈયારી રાખવી પડશે. જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે.

મીનઃ પાપી ગ્રહનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકોની ધીરજની કસોટી કરશે. નવી નોકરી શોધી રહેલા લોકોને રાહ જોવી પડી શકે છે. વેપાર-ધંધામાં અચાનક મંદીનો માહોલ છવાઈ જશે. નવા રોકાણ માટે રાહ જોવી ઉચિત રહેશે. ધાર્યા કરતાં વધારે મહેનત કરવી પડશે. પૈસાની લેવડ-દેવડમાં ચેતીને ચાલવા જેવો સમય છે.

નિરાકરણઃ કેતુની ચાલથી જો તમારા જીવનમાં પણ મોટી ઉથલ-પાથલ થવા લાગે, તો એક ઉપાય અચૂક કરજો. આ માટે દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. દર બુધવારે ગણપતિની પૂજા કરવી.

આ સિવાય દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આ દરમિયાન કાળા તલ અને કાળા વસ્ત્રોનું દાન કરવાતી પણ તમને કેતુના પ્રકોપમાંથી મુક્તિ મળી શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.