Kendra Drishti Yog: સોમવતી અમાસે શનિ-બુધનો શુભ સંયોગ 4 રાશિઓના લાવશે 'અચ્છે દિન', જાતકોને મહેનતનું બમણું ફળ મળશે

15 જૂને આવતી વર્ષની પહેલી સોમવતી અમાસના રોજ ભગવાન શિવની પૂજા અને દાન કરવાનું અનેરું મહત્ત્વ છે. આ દિવસે શનિ-બુધ મળીને કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Jun 2026 10:40 PM (IST)Updated: Sun, 14 Jun 2026 10:40 PM (IST)
kendra-drishti-yog-2026-these-4-zodiac-signs-financial-gains-from-somvati-amavasya
HIGHLIGHTS
  • મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના જાતકોને મળશે માન-સન્માન અને પૈસા

Kendra Drishti Yog 2026: જ્યારે કોઈ અમાસની તિથિ સોમવારના રોજ આવતી હોય, ત્યારે તેને 'સોમવતી અમાસ' (Somvati Amavasya 2026)ગણવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજાનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે. એવામાં 15 જૂને આવી રહેલી વર્ષની પહેલી 'સોમવતી અમાસ'ના રોજ એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે.

હકીકતમાં સોમવતી અમાસ પર શનિ અને બુધ મળીને કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવશે, જે ચાર રાશિ માટે શુભ સંકેત આપી રહ્યો છે. આ રાશિના જાતકોનો સોમવતી અમાસથી સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. શું તમારી રાશિ તો આ લકી લિસ્ટમાં નથી ને?

  • મેષ રાશિફળ (Aries Horoscope): આ રાશિના જાતકો માટે 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' ઉન્નતિના દ્વાર ખોલનારો સાબિત થશે. નોકરીમાં તાલમેલ સાથે કામ કરવાથી સારું પરિણામ મળી શકે છે. વર્ષોથી અટકેલા કામોને ગતિ મળશે. પ્રેમ સબંધમાં પ્રગતિ થાય. જૂની બીમારીઓથી રાહત મળશે. આર્થિક અને વ્યવસાયિક લાભ થવાથી ઉત્સાહ બેવડાશે. પ્રયત્નો ફળદાયી બનતા જણાશે.
  • સિંહ રાશિફળ (Leo Horoscope): આવનારો સમય આ રાશિના જાતકોને સંઘર્ષમાંથી બહાર લાવી સફળતાના માર્ગે આગળ વધારી શકે છે. વિરોધીઓ સામે પ્રગતિ અનુભવાશે. નવી યોજના અમલમાં મૂકી શકશો. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં યોગ્યતા બતાવવાનો મોકો મળશે. વેપાર વિસ્તારના પ્રયત્નો સફળ થતાં જણાય.કૌટુંબિક તણાવનો અંત આવશે.
  • કન્યા રાશિફળ (Virgo Horoscope): શનિ-ચંદ્રની યુતિના પ્રતાપે જાતકોને ભાગ્ય અને ભગવાન બન્નેનો સાથ મળતો હોવાનો અહેસાસ થશે. વિદ્યાર્થી વર્ગને કરિયરમાં લાભકારી સ્થિતિ સર્જાશે. નોકરિયાત વર્ગને વેતનમાં વધારો થાય, પ્રમોશનના ચાન્સ રહેશે. ધારેલા કાર્યોમાં ફતેહ મળશે.જીવનસાથી સાથે સુમેળ વધશે. જૂના દેવા ચૂકવવામાંથી મુક્તિ મળશે.
  • મકર રાશિફળ (Capricorn Horoscope): મકર રાશિ માટે 'કેન્દ્ર દ્રષ્ટિ યોગ' વરદાનરૂપ સાબિત થઈ શકે છે. કૌટુંબિક તણાવનો અંત આવશે. પરિવારમાં શુભ કાર્ય થશે. ચિંતાના વાદળો હટતા જણાશે. કાયદાકીય અને કોર્ટને લગતા કામોનો ઉકેલ આવશે. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે નવી દિશા ખુલશે.વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ખીલશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.